પુસ્તક - કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર સ્નેહીશ્રી, યજ્ઞ પ્રકાશન દ્વારા ટૂંક સમયમાં ઉપરોક્ત પુસ્તક પ્રગટ થશે. ડેમી સાઈઝનું આ પુસ્તક આશરે ૫૦૦ પાનાનું થશે. જેમાં ૭૫ જેટલા લેખ હશે. તેમાં મહામારીઓનો થોડો ઇતિહાસ; કોરોના મહામારીનું આરોગ્ય-વિજ્ઞાન કોરોના મહામારીની આર્થિક, સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે અસર તેમજ દેશના શ્રમિક વર્ગ, દલિતો, બાળકો, મહિલાઓ તેમજ …
Tag: કોરોના વાઇરસ

કોવિડ -19: ઘણી લાંબી મજલ બાકી છે
આપણે ત્યાં કેસોનું પ્રમાણ ઓછું નોંધાય છે કારણ કે આપણે ત્યાં પરીક્ષણ (ટેસ્ટીંગ) જ ઓછું થાય છે, જો કે તેમાં વધારો થયો છે. હજી પણ કુલ વસ્તીના પ્રમાણમાં તે વધારો નગણ્ય છે. ઓગસ્ટ 6, 2020 સુધી, ભારતે દર હજાર લોકો પર 16 પરીક્ષણો કર્યાં જ્યારે તેની સામે યુ.એસ.એમાં 178 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું. એ બાબત સ્પષ્ટ છે કે, આપણા દેશની વસ્તી અને આર્થિક ક્ષમતાના પ્રમાણમાં યુ.એસ.ના પરીક્ષણ દર સાથે બરાબરી કરવી અશક્ય રહેવાની. આ હકીકત છતાં આપણે ત્યાં બધું બરાબર ચાલી રહ્યું છે તેવી દલીલ કરવા માટે યુ.એસ. સાથે આપણે પોતાને શા માટે સરખાવીએ છીએ?

કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની
ગૌરાંગ જાની લિખિત કેતન રૂપેરા સંપાદિત પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની’ના પાના નંબર 92 પર ઉમેરણની છૂટ સાથે વાતુંની યાદી આપી છે. પુસ્તકમાં એમણે કોરોનાકાળની તૃણમૂળથી વૈશ્ર્વિક સ્તરની વાતું માંડી છે. આમ તો ઝલક છે છતાં એ ગાગરમાં સાગર છે. મહત્ત્વ એટલે છે કે એ અધિકૃત સમાજશાસ્ત્રી દ્વારા લખાયેલી છે, જ્યાં કાવ્યો, ઘટનાઓ અને લેખો છે પણ કવિની કોઈ પરિકલ્પના નથી. વાસ્તવવાદી કાવ્યો છે.

‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ
ચલચિત્ર એ કલા અને અભિવ્યક્તિનું સશક્ત અને બોલકું માધ્યમ છે. અમૃત ગંગરે ફિલ્મસમીક્ષાનું ક્ષેત્ર ખેડ્યું છે. બહુ ઓછા ગુજરાતીઓ આ ક્ષેત્રમાં છે અને જે છે તેમાં અત્યંત અભ્યાસુ અને મહેનતુ સમીક્ષક તો આ એક માત્ર. તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સતત આ વિષય પર લખે છે અને તેમનાં લખાણો લોકપ્રિય છે. તેમનાં લખાણોમાં વિદ્વત્તા …
Continue reading ‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ

વુહાનના ડૉક્ટરની વાત, ગાંધીના પ્રયત્નોની યાદ અપાવે છે…
ચીનમાં વુહાન શહેરમાં જ્યારે કોરોના વાઇરસની કોઈને જાણ નહોતી ત્યારે 30 ડિસેમ્બરે લિ વેનલિઆંગે લોકોને જાણ કરી હતી. ત્યારબાદ વુહાન પોલીસે અફવા ફેલાવવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. લિ વેનલિઆંગ દરદીઓની સેવા કરતા છેવટે કોરોનાગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યા. મરણ પથારી પરથી તેમણે કહેલી વાતો ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીને ગાંધીજીની યાદ અપાવે છે. જે આજના સમય માટે ખૂબ મહત્ત્વની છે.
કોરોના – કોઈ કુદરતી સંકેત?
એક અભૂતપૂર્વ પરિસ્થિતિમાં આવીને આજે ઊભા છીએ. સમાચાર પત્રો, ટી.વી. ચેનલો હોય કે સોશિયલ મીડિયા કોરોના સિવાય બીજા સમાચારો જાણે કે અદ્રશ્ય થઈ ગયા છે. કોરોના સિવાયની બધી જ વાતો નેપથ્યમાં જતી રહી છે. ધર્મ, આર્થિક પરિસ્થિતિ, જાત-પાત ભૂલવાનો સંકેત આપતો હોય તેમ આ કોરોના, રાજા રજવાડાથી લઈને સામાન્ય માણસને લાગુ પડે છે. તેણે જાણે …