ગુજરાતના એક સ્નેહશીલ ગ્રંથવિદ્ અને મેઘાણી-સાહિત્ય માટેની અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ 4 ડિસેમ્બર 2020ના રોજ મોડી સવારે 83 વર્ષની વયે ભાનગરના તેમના નિવાસસ્થાને આ દુનિયાની વિદાય લીધી. જયંતભાઈએ ઝકઝોળી દે તેવાં પુસ્તકો દ્વારા પિતા ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને વાચકો સમક્ષ મૂક્યું. આ રીતે પુસ્તકો તૈયાર કરવાનું, એટલે કે મેઘાણીસાહિત્યના સંપાદનનું, આગવી સૂઝથી કરેલું કામ તે જયંતભાઈનું ચિરંજીવી પ્રદાન છે. તેની ગુજરાતી વિવેચનમાં નહીંવત્ કદર થઈ છે.
