સામાજિક ન્યાયના આજીવન ઝંડાધારી જાનીભાઈની વિદાય

જેની ખોટ પુરાવી મુશ્કેલ છે, એવી આ વ્યક્તિને કાળે આપણી વચ્ચેથી છીનવી લીધા ત્યારે એટલું જ નિવેદન કરવાનું કે મૃત્યુ જેને છીનવી શકતું નથી તે છે, વિચાર. આ વિચાર-પુરુષ આપણી સાથે અને વચ્ચે ચિરંજીવ છે, અને રહેશે.

ઇન્દુભાઈ નવા વિચારો, નવા પ્રયોગોને આવકારવા હરદમ તત્પર રહેતા

ઇન્દુભાઈની સાથે, છેલ્લા પાંચ દાયકાના લોક-સંઘર્ષના ઘણા બનાવો અને કર્મશીલ વ્યક્તિઓની યાદ સ્મૃતિપટ પર આવે છે. મેં ઇન્દુભાઈને અને ‘નયામાર્ગ’ને એકબીજાના પર્યાય તરીકે, વંચિતોના અવાજમાં જોયા છે. તેઓ સિત્તેરના દાયકામાં બૅન્કની નોકરી છોડી ઝીણાભાઈ દરજી સાથે જાહેર જીવનમાં સક્રિય થયા, ત્યારે.....

લખાણો અને વિચારોમાં તેજતર્રાર, છતાં અતિસંવેદનશીલ અને કોમળ : ઇન્દુભાઈ જાની

જ્યારે મારે સનત મહેતા સાથે ૧૯૯૦ પછી નિકટથી કામ કરવાનો મોકો ઊભો થયો, ત્યારબાદ તેમને કારણે ઇન્દુભાઈને પ્રત્યક્ષ મળવાનું થયું. ઇન્દુભાઈને પ્રત્યક્ષ જાણ્યા વગર મેં તેમના વિશે બાંધેલા પૂર્વગ્રહ અંગે પાછળથી મનોમન ખાસ્સો એવો પસ્તાવો થયેલો. લખાણોમાં અને વિચારોમાં તેજોતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિસંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ મને કંઈક જુદી જ વ્યક્તિ લાગ્યા. તે પછી તો અમારી દોસ્તી ઠીક ઠીક જામી.

વિધિવત્ અઘોષિત કટોકટીના કાળમાં થાણાં તો ઠીક, એકલદોકલ ઠેકાણાં પણ ક્યાં!

ઇન્દુભાઈ જાની અને ‘નયામાર્ગ’ની પર્યાયી ઓળખની હમણાં જિકર કરી તો સાથેલગો મારે ફોડ પણ પાડવો જોઈએ કે આ ઓળખ શું હતી. એમાંથી ઇન્દુકુમારના જીવનકાર્યની છબી ઊઘડશે અને ત્રણે સામયિકો સાથે, તથા નિરાળાં શી વાતે હતાં (અને છે) એય સ્પષ્ટ થશે.

ઇન્દુભાઈએ હંમેશાં ગરીબો અને શોષિતોની પડખે જ ઊભા રહેવાનું પસંદ કરેલું

અમે, મિત્રો અને સાથીદારો, સ્નેહથી તેમને ‘ઇન્દુભાઈ’ કહીને જ બોલાવતા. સામાજિક ક્ષેત્રે કર્મશીલોની ભૂમિ હવે સંકોચાઈ રહી છે અને ઇન્દુભાઈના નિધનથી આ ખોટ વધી છે. ૭૭ વર્ષની એમની જિંદગીમાંથી એમનાં લખાણ, વક્તવ્ય, રજૂઆત અને કાર્યક્રમો દ્વારા ૪૧ વર્ષ જેટલો લાંબો સમય તેમણે ગરીબો-શોષિતોની વેદનાને વાચા આપવામાં વીતાવ્યો.

ઝવેરચંદ મેઘાણી પર રાજદ્રોહ

રાષ્ટ્રપ્રેમ અને રાજદ્રોહની ચર્ચા છેલ્લાં દાયકામાં આપણે સતત સંભાળીએ છીએ. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં પણ ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓ સામે રાજદ્રોહનો કેસ અંગ્રેજ સરકાર લગાવતી. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ તે કાયદો ખાસ બદલાયો નથી તેમજ સરકારનું વલણ પણ. આમ તો રાજદ્રોહ એક ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. સત્તાધારીઓ પોતાની લાજ બચાવવા કે પછી વિરોધીઓનું મોં …

Continue reading ઝવેરચંદ મેઘાણી પર રાજદ્રોહ

મેઘાણીની એ વાતથી ગામ લોકોની આંખમાં આંસુ આવી ગયા

મેઘાણીભાઈએ પોતાનાં લોકગીતોના પ્રખ્યાત સંગ્રહ ‘રઢિયાળી રાત'ને જે ઢેલીબહેનને અપર્ણ કરી તેમણે કહેલી મેઘાણી ભાઈની સાથેના મુલાકાતની વાત

સાહિત્ય પરિષદમાં ઝવેરચંદ મેઘાણી

1946માં ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ ખાતે યોજાયેલ અધીવેશના સાહિત્ય વિભાગના પ્રમુખપદેથી જે વક્તવ્ય આપ્યું, તેના જયંતભાઈ મેઘાણી દ્વારા સંપાદિત અંશો અહીં રજૂ કરીએ છીએ. મારો પ્રાંત અવલ દરજ્જાના પ્રતિભાવંતોથી વંચિત રહે એ મને અકળાવે છે. એકાદ ગોવર્ધનરામનું સ્થાને ય અરધી સદી સુધી ખાલી પડ્યું રહે એ અસહ્ય છે, કારણ કે પ્રતિભાવંતોને અભાવે સામાન્યોમાં …

Continue reading સાહિત્ય પરિષદમાં ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણીનો અંતિમ જન્મદિવસે કેવી રીતે પસાર થયો?

ઉમાશંકર જોષી સાથે બપોરે બેઠા હોવા છતાં મેઘાણીએ પોતાના લગ્નની વાત ન જણાવીને બીજા દિવસે કેમ જણાવી?