આમ નાગરિકો અને ગ્રામજનોના જીવનમાં ફરક છે. શહેર-વાસીઓએ એવું નક્કી કરવું જોઈએ કે વ્યાયામ માટે ઉત્પાદકીય શરીર-પરિશ્રમ કરે. ઉત્પાદન સિવાયના વ્યાયામને અમીરી કામ, ઈજ્જતનું કામ ગણવામાં આવે છે. પણ વિચારવા જેવું છે કે જો આપણે ઉત્પાદકીય શરીર પરિશ્રમ કરીશું તેથી મજૂર કહેવાશું, તો તેનાથી શું બગડશે ? પરંતુ મજૂરો વિશે એટલી ઘૃણા છે કે તેમનું નામ સુધ્ધાં લેવાનું પસંદ નથી કરતા. જે કામ કરે છે તેને નીચા માનીએ છીએ. જે ગંદકી કરશે, તે ‘નાગરિક’ કહેવાશે અને જે સાફ કરશે તે ‘અછૂત’ કહેવાશે ! આ વૃત્તિ નાગરિક છોડે અને ગ્રામજનોના સેવક બને.
