જેની ખોટ પુરાવી મુશ્કેલ છે, એવી આ વ્યક્તિને કાળે આપણી વચ્ચેથી છીનવી લીધા ત્યારે એટલું જ નિવેદન કરવાનું કે મૃત્યુ જેને છીનવી શકતું નથી તે છે, વિચાર. આ વિચાર-પુરુષ આપણી સાથે અને વચ્ચે ચિરંજીવ છે, અને રહેશે.

જેની ખોટ પુરાવી મુશ્કેલ છે, એવી આ વ્યક્તિને કાળે આપણી વચ્ચેથી છીનવી લીધા ત્યારે એટલું જ નિવેદન કરવાનું કે મૃત્યુ જેને છીનવી શકતું નથી તે છે, વિચાર. આ વિચાર-પુરુષ આપણી સાથે અને વચ્ચે ચિરંજીવ છે, અને રહેશે.
ઇન્દુકુમાર જાની - જીવનક્રમ
ઇન્દુભાઈની સાથે, છેલ્લા પાંચ દાયકાના લોક-સંઘર્ષના ઘણા બનાવો અને કર્મશીલ વ્યક્તિઓની યાદ સ્મૃતિપટ પર આવે છે. મેં ઇન્દુભાઈને અને ‘નયામાર્ગ’ને એકબીજાના પર્યાય તરીકે, વંચિતોના અવાજમાં જોયા છે. તેઓ સિત્તેરના દાયકામાં બૅન્કની નોકરી છોડી ઝીણાભાઈ દરજી સાથે જાહેર જીવનમાં સક્રિય થયા, ત્યારે.....
જ્યારે મારે સનત મહેતા સાથે ૧૯૯૦ પછી નિકટથી કામ કરવાનો મોકો ઊભો થયો, ત્યારબાદ તેમને કારણે ઇન્દુભાઈને પ્રત્યક્ષ મળવાનું થયું. ઇન્દુભાઈને પ્રત્યક્ષ જાણ્યા વગર મેં તેમના વિશે બાંધેલા પૂર્વગ્રહ અંગે પાછળથી મનોમન ખાસ્સો એવો પસ્તાવો થયેલો. લખાણોમાં અને વિચારોમાં તેજોતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિસંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ મને કંઈક જુદી જ વ્યક્તિ લાગ્યા. તે પછી તો અમારી દોસ્તી ઠીક ઠીક જામી.
ઇન્દુભાઈ જાની અને ‘નયામાર્ગ’ની પર્યાયી ઓળખની હમણાં જિકર કરી તો સાથેલગો મારે ફોડ પણ પાડવો જોઈએ કે આ ઓળખ શું હતી. એમાંથી ઇન્દુકુમારના જીવનકાર્યની છબી ઊઘડશે અને ત્રણે સામયિકો સાથે, તથા નિરાળાં શી વાતે હતાં (અને છે) એય સ્પષ્ટ થશે.
અમે, મિત્રો અને સાથીદારો, સ્નેહથી તેમને ‘ઇન્દુભાઈ’ કહીને જ બોલાવતા. સામાજિક ક્ષેત્રે કર્મશીલોની ભૂમિ હવે સંકોચાઈ રહી છે અને ઇન્દુભાઈના નિધનથી આ ખોટ વધી છે. ૭૭ વર્ષની એમની જિંદગીમાંથી એમનાં લખાણ, વક્તવ્ય, રજૂઆત અને કાર્યક્રમો દ્વારા ૪૧ વર્ષ જેટલો લાંબો સમય તેમણે ગરીબો-શોષિતોની વેદનાને વાચા આપવામાં વીતાવ્યો.
ઇન્દુભાઈ સૌથી વધારે જાણીતા થયા હોય તો તે તેમના નિસ્વાર્થ સેવાભાવી સ્વભાવ અને સત્યનિષ્ઠાને કારણે. સાચી વાત હોય તો ગમે તેવા ખમતીધરને પણ દાદ ન આપે. બૅંકમાં હતા ત્યારે સ્ટાફના સાથી મિત્રોના પ્રશ્ર્નો લઈને મૅનેજમેન્ટની સામે થઈ જાય. આમ, આવો વિદ્રોહી સ્વભાવ (ખોટું ન સહન કરવાનો) હોવા છતાં બોલવામાં અને વર્તનમાં એકદમ મૃદુભાષી અને સંસ્કારી.
"રહેં ના રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગે વફા મેં.. રહેં ના રહેં હમ... એમની મહેક અમારા બાગમાં, ઘરમાં, દિલમાં સદાય રહેશે.