હજી ગઈકાલે જ વિશ્વ મહિલા દિવસ આપણે ઉજવ્યો છે ત્યારે આ લેખ સહજ ધ્યાનાકર્ષક બને. મેઘાણી પ્રસ્તુત લેખમાં સર્જકોની પત્નીઓની વેદના રજૂ કરે છે. સંદર્ભ આમ તો પશ્ચિમનો છે પરંતુ અહીં તેનાથી જુદું હશે તેવું માની શકાતું નથી. આજે તો ઘણા મહિલા સર્જકો છે ઉપરાંત મહિલાઓના વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિને અવકાશ વધ્યો છે. પરંતુ સાહિત્ય અને …
