છેલ્લા ઘણા સમયથી દેશ ભરમાં ભારતમાતા અને તેની જય બોલવા-બોલાવા અંગે સતત વાદ-વિવાદ ચાલ્યાં કરે છે. ભારતમાતાને આજે જુદાં સંદર્ભ સાથે જોવામાં આવે છે; ત્યારે ભારતમાતાની વધુ વ્યાપક સમજ અને વ્યાખ્યા નહેરુ આપણી સામે 'મારું હિંદનું દર્શન' પુસ્તકમાં રજૂ કરે છે.
