‘બીરુ હમારા નેતા થા, ભારત માં કા બેટા થા.’ ‘માતૃભૂમિ પાર્ટી અમર રહો, હમારા બીરુ અમર રહો.’ માતૃભૂમિ પાર્ટીના કાર્યકર્તાઓ ઢંગધડા વગરના, જે કંઈ સૂઝે એવા સૂત્રોચ્ચારો કર્યે જતા હતા. આગળ તિરંગામાં લપેટાયેલી અને ફૂલ-હારથી લદાયેલી બીરુની લાશને ઉપાડીને જતા ડાઘુઓ અને પાછળ ચૂંટણીમાં ઊભેલા ઉમેદવાર કિશનની સાથે મોટું ટોળું. એમ તો સમાચાર મળતાંની સાથે …
Tag: ભૂમિપુત્ર વાર્તા
ચોટલાના સમ
અડધોઅડધ આદિવાસી વસ્તી ધરાવતું, અનેક અભાવો વચ્ચે ઊભેલું ગામ સીકરી. જો કે, નાનું હોવા છતાં ગામથી ત્રણેક કિલોમીટર દૂર સાત ધોરણ સુધીની સરકારી શાળા હતી એટલું સારું હતું. સુનિતા અને સંગીતા બેઉ ખાસ બેનપણીઓ. સુનિતાને સુની અને સંગીતાને સંગુ કહીને જ સૌ બોલાવતાં. ‘સુની, તિયાર થેય ગેય? ચાલ, નિહારનો ટેમ થેય ગિયો.’ ‘એ આવી સંગુ, …

મમ્મીનો ચમત્કાર !
હૉસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ડોક્ટરો અને નર્સોની દોડધામ વધી ગઈ હતી. એમને હાંફળાં - ફાંફળાં જોઈને દર્દીની બગડી રહેલી હાલતનો અંદાજ આવી જતો હતો. દર્દી એટલે સ્નેહાના જિગરજાન દોસ્ત કહો કે પ્રાણપ્રિય પિતા કહો એવા શહેરના પ્રતિષ્ઠિત વકીલ, સુધાકર દીક્ષિત. પપ્પાની પરી સ્નેહા રૂમની બહારના સોફા પર બેસીને એકધારું રડી રહી...............

પાપા કહેતે હૈં
સોમેશને ફિલ્મી ગીતોની ધૂન પર સીટી વગાડ્યા કરવી બહુ ગમતી. એમાં પણ એનું પ્રિય ગીત હતું- ‘પાપા કહેતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા, મગર યે તો કોઈ ન જાને કે મેરી મંઝિલ, હૈ કહાં....’ હકીકત પણ આ ગીતના શબ્દોને અનુરૂપ જ હતી. એ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. મા-બાપ પોતાની અધૂરી …

અતીતરાગ
સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યા એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે …
સલામ દોસ્ત !
ઉટી જેવા હીલ સ્ટેશનમાં આવેલ ટી એસ્ટેટના મેનેજરની પદવી કંઈ નાની-સૂની નહોતી. તમામ સુખ-સુવિધા સાથેનો વિશાળ બંગલો, ફરતે સુંદર બગીચો, ઘરની સંભાળ રાખવા એક દંપતી, માળી, બાવર્ચી અને એસ્ટેટની દેખરેખ રાખવા ઘણું ફરવું પડે એ માટે એક પાણીદાર ઘોડો. પૉલ રૉબર્ટ આ બધાથી ખુશ હતો. અહીં ભારતમાં આવીને રહેવા એણે પત્નીને કેટલું સમજાવી હતી ! ‘ડાર્લિંગ, તું …