ચેતજો, પાછાં આવી રહ્યાં છે – બીટી રીંગણ!

વળી પાછું બીટી રીંગણનું ભૂત ધૂણ્યું છે અને આવતાં એકાદ-બે વરસમાં આપણાં ખેતરો, શાક માર્કેટ અને ભાણામાં તે લાવવાની પેરવી પાકે પાયે ગોઠવાઈ ગઈ છે. વાચકોને ખ્યાલ હશે કે, વરસ ૨૦૧૦ની ૯મી ફેબ્રુઆરીના રોજ તત્કાલિન પર્યાવરણમંત્રી જયરામ રમેશે જાહેર કરેલું કે, ‘જ્યાં સુધી સ્વતંત્ર કસોટીઓ દ્વારા પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે બીટી રીંગણની સલામતીની ખાતરી પ્રજા …

Continue reading ચેતજો, પાછાં આવી રહ્યાં છે – બીટી રીંગણ!

બીટી કપાસ : અણઘડ ટેકનોલોજી આખરે નિષ્ફળ

તારીખ ૨૪મી ઑગસ્ટે હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (CSA) અને જતને સાથે મળી લેખાં-જોખાં કર્યાં. કોવીડ કાળમાં રૂબરૂ મિલન તો શક્ય નથી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનો વિષય હતો, ‘ભારતમાં બીટી કપાસ : ભ્રમો અને હકીકતો.’ મૂલ્યાંકનને પુરાવાઓનો આધાર અપાયો. દેશભરમાં એલાઇન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર (ASHA) અને ઇન્ડિયા ફોર સેફ ફૂડના નેજા હેઠળ કામ કરતા કાર્યકરોનો સહયોગ મળ્યો. વિશ્ર્વપ્રસિદ્ધ એવા ચાર વિજ્ઞાનીઓએ અમેરિકાથી આ વેબિનારને સંબોધન કર્યું.

કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?

ગયા લેખમાં જણાવેલું કે જીવનાશકોનું નિયમન આપણી સહિયારી જવાબદારી છે. આ વખતે આ પ્રતિબંધ તરફ દોરી જતી પ્રક્રિયા અને બંને પક્ષની દલીલોની વાત કરીશું.લેખક ભારત સરકારે 2013માં એક નિષ્ણાત સમિતિ રચી, જેના વડા હતા ડો. અનુપમ વર્મા. તેઓ પાક સંરક્ષણના ક્ષેત્રે વિશ્ર્વવિખ્યાત વિષાણુશાસ્ત્રી છે. આ સમિતિએ ભારતમાં વપરાતાં 66 જીવનાશકોનું પુનર્મૂલ્યાંકન શરૂ કર્યું અને ડિસેમ્બર, …

Continue reading કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?

આદિવાસી કોંધ પ્રજા : રાસાયણિક ખેતીના ખપ્પરમાં

ત્રીસ-ચાલીસના પરિવારના કસ્બામાં રહેનારી, સંપીલી અને બહાદૂર પ્રજા. દોઢ-બે સદી પહેલા બ્રિટીશરોને ય હંફાવેલા. કોંધ જાતિનાં પોતાનાં સામાજિક નિયમનો છે. મહિલાઓ પુરુષ સમોવડી! વાલીઓની સંપતિના વારસામાં સ્ત્રીઓ સમાન હકદાર. વિધવા વિવાહ થાય, છૂટાછેડાનો છોછ નહિ. સમગ્ર કસ્બો એક પરિવાર ભાવનાથી જ જીવે, બાળકો સૌના. નિર્ણયો સાથે મળીને લેવાય. વડીલો આદરને પાત્ર. કસ્બામાં બે ઓરડા એવા કે જ્યાં ગામના તમામ કિશોર-કિશોરીઓ મા-બાપથી અલગ રહે! સાજે-માંદે ઉપયોગી થવા એક સામૂહિક ભંડોળ પણ રાખે. નિયમગીરી રાજા (દેવ) પ્રત્યે ભક્તિ ભરપૂર. જંગલનો sustainable ઉપયોગ તેઓ કરે. કહે, ‘જંગલનું ધાવણ લેવાય, લોહી ન ચૂસાય’.