કોવિડ -19: ઘણી લાંબી મજલ બાકી છે

આપણે ત્યાં કેસોનું પ્રમાણ ઓછું નોંધાય છે કારણ કે આપણે ત્યાં પરીક્ષણ (ટેસ્ટીંગ) જ ઓછું થાય છે, જો કે તેમાં વધારો થયો છે. હજી પણ કુલ વસ્તીના પ્રમાણમાં તે વધારો નગણ્ય છે. ઓગસ્ટ 6, 2020 સુધી, ભારતે દર હજાર લોકો પર 16 પરીક્ષણો કર્યાં જ્યારે તેની સામે યુ.એસ.એમાં 178 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું. એ બાબત સ્પષ્ટ છે કે, આપણા દેશની વસ્તી અને આર્થિક ક્ષમતાના પ્રમાણમાં યુ.એસ.ના પરીક્ષણ દર સાથે બરાબરી કરવી અશક્ય રહેવાની. આ હકીકત છતાં આપણે ત્યાં બધું બરાબર ચાલી રહ્યું છે તેવી દલીલ કરવા માટે યુ.એસ. સાથે આપણે પોતાને શા માટે સરખાવીએ છીએ?

કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની

ગૌરાંગ જાની લિખિત કેતન રૂપેરા સંપાદિત પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની’ના પાના નંબર 92 પર ઉમેરણની છૂટ સાથે વાતુંની યાદી આપી છે. પુસ્તકમાં એમણે કોરોનાકાળની તૃણમૂળથી વૈશ્ર્વિક સ્તરની વાતું માંડી છે. આમ તો ઝલક છે છતાં એ ગાગરમાં સાગર છે. મહત્ત્વ એટલે છે કે એ અધિકૃત સમાજશાસ્ત્રી દ્વારા લખાયેલી છે, જ્યાં કાવ્યો, ઘટનાઓ અને લેખો છે પણ કવિની કોઈ પરિકલ્પના નથી. વાસ્તવવાદી કાવ્યો છે.

‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ

ચલચિત્ર એ કલા અને અભિવ્યક્તિનું સશક્ત અને બોલકું માધ્યમ છે. અમૃત ગંગરે ફિલ્મસમીક્ષાનું ક્ષેત્ર ખેડ્યું છે. બહુ ઓછા ગુજરાતીઓ આ ક્ષેત્રમાં છે અને જે છે તેમાં અત્યંત અભ્યાસુ અને મહેનતુ સમીક્ષક તો આ એક માત્ર. તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સતત આ વિષય પર લખે છે અને તેમનાં લખાણો લોકપ્રિય છે. તેમનાં લખાણોમાં વિદ્વત્તા …

Continue reading ‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ

કશ્મીર : એક વર્ષ પરિવર્તનનું કે દમનનું ?

આ લેખ છપાશે ત્યારે વર્ષ પૂરું થયું હશે.... જમ્મુ-કશ્મીરમાં લોકડાઉનને. કોરોનાને કારણે દેશ બે મહિના બંધ શું રહ્યો....પડ્યાની કળ કયારે વળશે તે ખબર નથી. ત્યારે જમ્મુ-કશ્મીરના લોકોએ આ પરિસ્થિતિમાં લગભગ એક વર્ષ જેટલો સમય પસાર કર્યો, અને હજી કેટલા દિવસ, અને કેવા દિવસો આમ પસાર થશે, તેના અંગે કોઈને કશી ખબર નથી. આટલી અનિશ્ર્ચિતતા વચ્ચે …

Continue reading કશ્મીર : એક વર્ષ પરિવર્તનનું કે દમનનું ?