સમસ્ત જીવનમાં અધ્યાત્મનો વિનિયોગ સર્વોદય આંદોલનમાં લાગેલા આપણે સહુએ એક વાત એ સમજવાની છે કે આપણું આ કાર્ય એક આધ્યાત્મિક કાર્ય છે. તેમાં ક્રાંતિની, સમાજ-પરિવર્તનની વાત છે, પણ તે આધ્યાત્મિક બુનિયાદ પર આધારિત છે. આપણા કામનો સાર એ છે કે તમે, હું બધા એક છીએ. આપણા સહુનું જીવન એકરૂપ થવું જોઈએ. કોઈ સુખી છે, કોઈ …
