ભક્ત લક્ષણ

આમ જોવા જઈએ તો દુનિયામાં અનેક ભેદો છે, પરંતુ જડ, ચેતન અને પરમાત્મા, આ મુખ્ય ભેદ છે. તેના પણ અવાંતર-ભેદો છે. જડ એટલે તમામ અચેતન સૃષ્ટિ. સૃષ્ટિમાં પથ્થર, પાણી, વૃક્ષ, પહાડ એ બધા ભેદ છે. તો ઘડિયાળ, ખુરશી, ચશ્માં એ પણ ભેદ છે. એકનું કામ બીજી વસ્તુ નથી કરી શકતી તે રીતે ચેતન-ચેતનમાં પણ ભેદ છે. માણસ અલગ, ગધેડો અલગ. વળી મનુષ્ય મનુષ્યમાં પણ ભેદ છે. પરમેશ્ર્વર અને જડમાં ભેદ હોય છે તેમ પરમેશ્ર્વર અને ચેતનમાં પણ ભેદ છે. એવી રીતે કુલ પાંચ પ્રકારના ભેદ જણાય છે

ખેડૂત આંદોલન : તીર્થનગરની યાત્રાએ

26 ડિસેમ્બર 2020ના દિવસે ભાઈ માઇકલ-દિલ્હીની સિંધુ સરહદે ગયો હતો. ત્યાંના વિગતે સમાચાર અને ફોટા તેણે મોબાઈલ પર આપ્યા છે.

ગર્વથી હું એમ પણ કહું છું કે હું શીખ છું

હિંદુસ્તાનની પરંપરા એક મહાન વટવૃક્ષની પરંપરા છે. તે હિંદુ, મુસલમાન, પારસી, શીખ, જૈન, બૌદ્ધ આદિ બધાના શ્રેષ્ઠ શાસ્ત્રકારો અને અસંખ્ય સાધુ-સંતોની પરંપરા છે, આપણે જો આ પરંપરાને છોડીશું, તો આપણા દેશની અસલિયતને છોડીશું.