સામાજિક ન્યાયના આજીવન ઝંડાધારી જાનીભાઈની વિદાય

જેની ખોટ પુરાવી મુશ્કેલ છે, એવી આ વ્યક્તિને કાળે આપણી વચ્ચેથી છીનવી લીધા ત્યારે એટલું જ નિવેદન કરવાનું કે મૃત્યુ જેને છીનવી શકતું નથી તે છે, વિચાર. આ વિચાર-પુરુષ આપણી સાથે અને વચ્ચે ચિરંજીવ છે, અને રહેશે.

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયના પ્રશ્ર્નો, પ્રયાસો અને પડકારો

પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા "નમક મજદૂર આવાસ યોજના અમલમાં હતી. પણ તેમાં અગરિયાઓએ પોતાનું ગામ છોડી એક કોલોનીમાં રહેવા આવવાનું તેવી શરત હતી, જે શક્ય ન હતું. કારણ અગરિયા સમુદાય 4 માસ માટે પોત-પોતાના ગામમાં વસે છે. તેમને ત્યાં ઘર બાંધવા ટેકો મળે તો જ ઉપયોગી થાય. આ યોજના ખાસ સફળ ન થઈ. રણમાં અગરિયાના આવાસ માટે કોઈ યોજના નથી. અગરિયા જાતે ઝૂંપડું ઊભું કરે છે. થોડાં વર્ષો પહેલાં સરકારના ટેકાથી સંસ્થા દ્વારા ડોમ, ચોરસ એવા અલગ અલગ પ્રકારના મકાનના ઢાંચા અંગે પ્રયોગ થયો હતો. પણ પછી સરકારે આગળ કશું વિચાર્યું નહીં. આ વિષયમાં નિષ્ણાતોએ આગળ આવી રણને માફક એવાં ઘર, અને સંડાસ માટેની ડિઝાઈન કરવી પડે, તો સરકાર તેનો અમલ કરશે.

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયના પ્રશ્નો, પ્રયાસો અને પડકારો

રણની ગરમી, ઠંડી, ખારા પવન, અને પાયાની સુવિધાઓનો અભાવ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે આ કોમ વર્ષોથી મીઠાની ખેતી કરે છે. અગરિયા હિતરક્ષક મંચ તરીકે એમની વચ્ચે છેલ્લા દોઢ દાયકાઓથી કામ કરતાં આ પરિસ્થિતિ, તેના કારણો, સરકારની નીતિઓ, પડકારો, આવેલા બદલાવ વગેરેને જોવાનો પ્રયાસ આ લેખમાં કર્યો છે.

સાપુતારા : જરા આ પણ જાણો!

ડાંગ જિલ્લો નદી, જંગલ અને પહાડોનો બનેલો ગુજરાતનો નાનો જિલ્લો, વસ્તીની ગીચતા ઓછી, ખેતીની ફળદ્રુપ જમીન ખરી પણ નાની સરખી. કુદરતી સંપદાથી ભરપૂર. રૂપિયાની ગરીબી પણ લોકોમાં જીવન જીવવાની કલા આજે પણ અકબંધ છે. કોઈપણ ગુજરાતીને સાપુતારા હવા ખાવા જવું હોય તો વાંકાચૂકા રસ્તે નદી, ઝરણાં પસાર કરવાં પડે.

વિદેશી ફંડ – સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારનો અભિગમ

સરકાર કે સત્તાપક્ષ સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રેમથી આવકાર આપતી નથી. દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી ત્યારથી સ્વૈચ્છિક સંસ્થાઆનો અવાજ દબાવવાના વિવિધ રસ્તાઓમાં એક રસ્તો છે તેના ફંડને નિયંત્રિત કરવું. તેમાં છે એક વિદેશી ફંડ નિયમન અધિનિયમ, જે FCRA તરીકે ઓળખાય છે. ચાલુ વર્ષે FCRA - ફોરેન ક્ધટ્રીબ્યુશન રેગ્યુલેશન એન્ડમેન્ટ્સ એક્ટ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ પર વધુ લગામ કસવાનો પ્રયત્ન થયો છે.

અંગ્રેજોનો અત્યાચાર : બંગાળના હાથશાળના કારીગરો

અંગ્રેજોએ ભારતના લોકો પર કેવા કેવા અત્યાચાર કર્યા છે તે અંગે ઘણું લખાયું છે. પરંતુ બંગાળના હાથશાળના કારીગરો પરના અત્યાચાર અંગે જુદા જુદા મત છે. કહેવાય છે કે બંગાળના હાથશાળના કારીગરો અંગ્રેજોને મફતના ભાવમાં તેમનું ઉત્પાદન વેચવા તૈયાર ન હતા. અંગ્રેજોએ ભારતમાં ઉત્પાદન થતા કાપડ ઉપર ઇંગ્લેન્ડમાં પ્રતિબંધ જાહેર કર્યો હતો. ભારતના કારીગરો ઇંગ્લેન્ડથી આવતા રેશમ તેમજ સુતરનો વણાટમાં ઉપયોગ કરે તેવો આગ્રહ પણ કરતા હતા.

પ્રેમની રીત સર્વ સેવા

આમ નાગરિકો અને ગ્રામજનોના જીવનમાં ફરક છે. શહેર-વાસીઓએ એવું નક્કી કરવું જોઈએ કે વ્યાયામ માટે ઉત્પાદકીય શરીર-પરિશ્રમ કરે. ઉત્પાદન સિવાયના વ્યાયામને અમીરી કામ, ઈજ્જતનું કામ ગણવામાં આવે છે. પણ વિચારવા જેવું છે કે જો આપણે ઉત્પાદકીય શરીર પરિશ્રમ કરીશું તેથી મજૂર કહેવાશું, તો તેનાથી શું બગડશે ? પરંતુ મજૂરો વિશે એટલી ઘૃણા છે કે તેમનું નામ સુધ્ધાં લેવાનું પસંદ નથી કરતા. જે કામ કરે છે તેને નીચા માનીએ છીએ. જે ગંદકી કરશે, તે ‘નાગરિક’ કહેવાશે અને જે સાફ કરશે તે ‘અછૂત’ કહેવાશે ! આ વૃત્તિ નાગરિક છોડે અને ગ્રામજનોના સેવક બને.

‘ગ્રામ્યમાતા’ આજે અને હરહંમેશ

માનવસંસ્કૃતિએ લાંબા ગાળે, બહુ મથામણને અંતે આવી કોઈ વ્યવવસ્થા ઊભી કરી છે જેમાં સૌથી અગ્રવર્ગે મુકાયેલો સમૂહ કે વ્યક્તિ બાકીના આખા સમાજનું કલ્યાણ વિચારતો હોય. એટલે વિકલ્પો બે છે. પણ કવિ તરત ફોડ પાડે છે કે પ્રકૃતિ તો દેનારી જ છે. અવરોધ માણસે ઊભો કર્યો છે. જે માનવસમૂહે રાજા નક્કી કર્યો છે એ રાજા કંઈક વિપરીત વિચારતો થયો છે, જેનું આ દુ:ખદ પરિણામ છે.

સર્વોદય આંદોલન અંગે વિનોબા…

સમસ્ત જીવનમાં અધ્યાત્મનો વિનિયોગ સર્વોદય આંદોલનમાં લાગેલા આપણે સહુએ એક વાત એ સમજવાની છે કે આપણું આ કાર્ય એક આધ્યાત્મિક કાર્ય છે. તેમાં ક્રાંતિની, સમાજ-પરિવર્તનની વાત છે, પણ તે આધ્યાત્મિક બુનિયાદ પર આધારિત છે. આપણા કામનો સાર એ છે કે તમે, હું બધા એક છીએ. આપણા સહુનું જીવન એકરૂપ થવું જોઈએ. કોઈ સુખી છે, કોઈ …

Continue reading સર્વોદય આંદોલન અંગે વિનોબા…