સ્વામી અગ્નિવેશ ગાંધીની પરંપરાના હિંદુ હતા, જે મુસલમાન, શીખ, ખ્રિસ્તી અથવા આદિવાસીની પોતાના રંગમાં ઢાળવા માગતા ન હતા અને તેમના માટે પોતાનું લોહી વહેડાવવા તત્પર રહેતા હતા. તે મુસલમાન અને ખ્રિસ્તીઓના સાચા મિત્ર હતા અને એટલા માટે જ સાચા હિંદુ હતા.

માણસો માટે મતભેદ અનિર્વાય અને સ્વાભાવિક છે. વિચારોની વિભિન્નતા અને મતભેદનો ઉકેલ લાવવાથી માનવજાતિનો વિકાસ થયો છે. એટલેજ આજકાલ જ્યારે કેટલાક લોકો મતભેદને લીધે બીજાને મારવા પર ઉતરી જાય ત્યારે આપણે ચિંતા કરીએ છીએ. સોશિયલ મીડિયા પર જે મતભેદોને લઈને જે ક્રૂરતા ફેલાઈ છે તેની યાત્રા ભલે નવી લાગતી હોય પણ આ સમસ્યા જૂની છે.
ફેબ્રુઆરીની 23મીની સાંજથી દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા એ ફરી એક વાર દેશને હલાવી નાંખ્યો. આપણા દેશમાં કોમી તોફાનોનો એક ઇતિહાસ રહ્યો છે. તેની સાથે જ આપણે ત્યાં હિંદુ-મુસલમાન સાથે મળીને એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર બનતા રહે એના દાખલા પણ ઓછા નથી. ગંગા-જમની સંસ્કૃતિ એ આપણું ગૌરવ છે. આપણે વારંવાર જોયું છે કે કોઈ ટૂંકા સ્વાર્થ માટે …