સીરિયામાં આશાનાં બીજનાં અંકુર

2010માં અરબ દેશોમાં તાનાશાહી અને ભ્રષ્ટ સરકારો સામે જાહેરમાં બળવાઓ શરૂ થયા. લગભગ આ જ સમયમાં વર્ષ 2011માં સીરિયાના દક્ષિણમાં આવેલા દર્રા શહેરમાં બશર અલ-અસદ(રાષ્ટ્રપતિ) વિરુદ્ધ શરૂ થયેલાં જાહેર પ્રદર્શનો, તુરંત દામાસ્કસ, અલેપ્પો, યરમૂક, ઘૌટા વગેરે શહેરોમાં પણ ફેલાયાં. આ વિરોધ પ્રદર્શનમાં સવા કરોડની વસ્તીવાળા આ દેશમાંથી આશરે ચાળીસ લાખ લોકોએ ભાગ લીધો હતો.

ગાંધીજી પાસેથી શીખવા જેવી કળા : મતભેદ કેવી રીતે દૂર કરવા

માણસો માટે મતભેદ અનિર્વાય અને સ્વાભાવિક છે. વિચારોની વિભિન્નતા અને મતભેદનો ઉકેલ લાવવાથી માનવજાતિનો વિકાસ થયો છે. એટલેજ આજકાલ જ્યારે કેટલાક લોકો મતભેદને લીધે બીજાને મારવા પર ઉતરી જાય ત્યારે આપણે ચિંતા કરીએ છીએ. સોશિયલ મીડિયા પર જે મતભેદોને લઈને જે ક્રૂરતા ફેલાઈ છે તેની યાત્રા ભલે નવી લાગતી હોય પણ આ સમસ્યા જૂની છે.