01-December-2020-BhoomiputraDownload વેબસાઇટ પર સીધા લેખ વાંચવા માટેની લિંક
Tag: 1 ડિસેમ્બર 2020

મીરાંનો મર્યાદાશ્રેષ્ઠ વિદ્રોહ
મીરાં શાશ્ર્વત નારીનું પ્રતીક છે. મીરાં સનાતન ભારતીય નારીની કથા છે. મીરાંના જીવનના પ્રત્યેક ડગલે ને પગલે સંઘર્ષની વાર્તા છે. મીરાંએ પોતાના અભીષ્ટ કર્તવ્ય માટે પેાતાના દૃઢ સંકલ્પ બળે આવનારી બધી જ વિપરીત વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અને તત્કાલીન સમાજ સામે એણે પોતાનું તેજસ્વી વિદ્રોહિણી સ્વરૂપ દેખાડેલું

પ્રેમની રીત સર્વ સેવા
આમ નાગરિકો અને ગ્રામજનોના જીવનમાં ફરક છે. શહેર-વાસીઓએ એવું નક્કી કરવું જોઈએ કે વ્યાયામ માટે ઉત્પાદકીય શરીર-પરિશ્રમ કરે. ઉત્પાદન સિવાયના વ્યાયામને અમીરી કામ, ઈજ્જતનું કામ ગણવામાં આવે છે. પણ વિચારવા જેવું છે કે જો આપણે ઉત્પાદકીય શરીર પરિશ્રમ કરીશું તેથી મજૂર કહેવાશું, તો તેનાથી શું બગડશે ? પરંતુ મજૂરો વિશે એટલી ઘૃણા છે કે તેમનું નામ સુધ્ધાં લેવાનું પસંદ નથી કરતા. જે કામ કરે છે તેને નીચા માનીએ છીએ. જે ગંદકી કરશે, તે ‘નાગરિક’ કહેવાશે અને જે સાફ કરશે તે ‘અછૂત’ કહેવાશે ! આ વૃત્તિ નાગરિક છોડે અને ગ્રામજનોના સેવક બને.

કોવિડ -19: ઘણી લાંબી મજલ બાકી છે
આપણે ત્યાં કેસોનું પ્રમાણ ઓછું નોંધાય છે કારણ કે આપણે ત્યાં પરીક્ષણ (ટેસ્ટીંગ) જ ઓછું થાય છે, જો કે તેમાં વધારો થયો છે. હજી પણ કુલ વસ્તીના પ્રમાણમાં તે વધારો નગણ્ય છે. ઓગસ્ટ 6, 2020 સુધી, ભારતે દર હજાર લોકો પર 16 પરીક્ષણો કર્યાં જ્યારે તેની સામે યુ.એસ.એમાં 178 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું. એ બાબત સ્પષ્ટ છે કે, આપણા દેશની વસ્તી અને આર્થિક ક્ષમતાના પ્રમાણમાં યુ.એસ.ના પરીક્ષણ દર સાથે બરાબરી કરવી અશક્ય રહેવાની. આ હકીકત છતાં આપણે ત્યાં બધું બરાબર ચાલી રહ્યું છે તેવી દલીલ કરવા માટે યુ.એસ. સાથે આપણે પોતાને શા માટે સરખાવીએ છીએ?

પ્રકાશ ન.શાહ : સ્વરાજની બાકી લડતના સિપાઈ
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં વિજ્યી થયા બાદનો પ્રકાશભાઈ શાહનો તત્ક્ષણ પ્રતિભાવ હતો કે , હું નર્મદ જેવો કડખેદ ન હોઉં પણ ગુજરાત જે રણજિતરામની પરંપરામાં ઊછર્યું તેના એક સિપાઈ તરીકે હું મને જોઉં છું.. વરિષ્ઠ પત્રકાર, કર્મશીલ-લેખક અને ગુજરાતના વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ શાહ ન માત્ર રણજિતરામની પરંપરાના સિપાઈ છે બલ્કે, તેમનું છએક દાયકાનું …

થાઈલેન્ડમાં લોકશાહી માટેનું વિદ્યાર્થી આંદોલન
આ વર્ષના જૂન મહિનાથી થાઈલેન્ડની કૉલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર નીકળી પડ્યા છે. તેઓ ભૂતપૂર્વ જનરલ તેમજ હાલના પ્રધાનમંત્રી શ્રી પ્રયુત ચાન ઓચાના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. હંગર ગેમ્સ તેમજ હેરી પોટરનાં પાત્રો પરથી ત્રણ આંગળીઓની સલામ અથવા જાદુઈ લાકડી, સફેદ રીબીનનો ઉપયોગ વિદ્યાર્થીઓ મિલિટ્રી તેમજ રાજાની સરમુખત્યારશાહીના વિરોધમાં કરી રહ્યા છે.

કરાર આધારિત ખેતી કુદરતી સંસાધનો પર કેવી અસર કરશે ?
તાજેતરમાં સંસદે પસાર કરેલા વિવાદાસ્પદ કૃષિ સંબંધી ખરડાઓ રાષ્ટ્રપતિની સહી સાથે કાયદાનું રૂપ લઈ ચૂક્યા છે. ખેડૂતોનો આ અંગેનો વિરોધ વિવિધ સ્વરૂપે ચાલુ છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતાના તરફથી આ અંગે તરફેણના અને વિરોધના મુદ્દાઓ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત નાગરિક તરીકે આ વિષય સાથે જોડાયેલાં …
Continue reading કરાર આધારિત ખેતી કુદરતી સંસાધનો પર કેવી અસર કરશે ?

કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની
ગૌરાંગ જાની લિખિત કેતન રૂપેરા સંપાદિત પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની’ના પાના નંબર 92 પર ઉમેરણની છૂટ સાથે વાતુંની યાદી આપી છે. પુસ્તકમાં એમણે કોરોનાકાળની તૃણમૂળથી વૈશ્ર્વિક સ્તરની વાતું માંડી છે. આમ તો ઝલક છે છતાં એ ગાગરમાં સાગર છે. મહત્ત્વ એટલે છે કે એ અધિકૃત સમાજશાસ્ત્રી દ્વારા લખાયેલી છે, જ્યાં કાવ્યો, ઘટનાઓ અને લેખો છે પણ કવિની કોઈ પરિકલ્પના નથી. વાસ્તવવાદી કાવ્યો છે.

મમ્મીનો ચમત્કાર !
હૉસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ડોક્ટરો અને નર્સોની દોડધામ વધી ગઈ હતી. એમને હાંફળાં - ફાંફળાં જોઈને દર્દીની બગડી રહેલી હાલતનો અંદાજ આવી જતો હતો. દર્દી એટલે સ્નેહાના જિગરજાન દોસ્ત કહો કે પ્રાણપ્રિય પિતા કહો એવા શહેરના પ્રતિષ્ઠિત વકીલ, સુધાકર દીક્ષિત. પપ્પાની પરી સ્નેહા રૂમની બહારના સોફા પર બેસીને એકધારું રડી રહી...............

દક્ષિણ કોરીઆની ગ્રીન હૉસ્પિટલ મુલાકાતે
હૉસ્પિટલ ખૂબ સ્વચ્છ અને આકર્ષક હતી. તેમાં ભીંત પર સુશોભન માટે જે ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં તે પ્રભાવિત કરનારાં હતાં. દર્દીઓ શિસ્તપૂર્વક સેવાઓ લઈ રહ્યા હતા. ક્યાંય કોઈ ભીડ કે ગરબડ દેખાયાં નહીં. સ્ટાફ ચપળતા અને સ્ફૂર્તિપૂર્વક ઝડપથી અહીંથી તહીં દોડાદોડ કરતો જોવા મળ્યો છતાં એક અજબ શાંતિ હતી.