હિંદુસ્તાનની પરંપરા એક મહાન વટવૃક્ષની પરંપરા છે. તે હિંદુ, મુસલમાન, પારસી, શીખ, જૈન, બૌદ્ધ આદિ બધાના શ્રેષ્ઠ શાસ્ત્રકારો અને અસંખ્ય સાધુ-સંતોની પરંપરા છે, આપણે જો આ પરંપરાને છોડીશું, તો આપણા દેશની અસલિયતને છોડીશું.

હિંદુસ્તાનની પરંપરા એક મહાન વટવૃક્ષની પરંપરા છે. તે હિંદુ, મુસલમાન, પારસી, શીખ, જૈન, બૌદ્ધ આદિ બધાના શ્રેષ્ઠ શાસ્ત્રકારો અને અસંખ્ય સાધુ-સંતોની પરંપરા છે, આપણે જો આ પરંપરાને છોડીશું, તો આપણા દેશની અસલિયતને છોડીશું.
સમસ્ત જીવનમાં અધ્યાત્મનો વિનિયોગ સર્વોદય આંદોલનમાં લાગેલા આપણે સહુએ એક વાત એ સમજવાની છે કે આપણું આ કાર્ય એક આધ્યાત્મિક કાર્ય છે. તેમાં ક્રાંતિની, સમાજ-પરિવર્તનની વાત છે, પણ તે આધ્યાત્મિક બુનિયાદ પર આધારિત છે. આપણા કામનો સાર એ છે કે તમે, હું બધા એક છીએ. આપણા સહુનું જીવન એકરૂપ થવું જોઈએ. કોઈ સુખી છે, કોઈ …
બેલારુસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓનાં પરિણામો ૯મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આવ્યાં. એલેક્ઝેન્ડર લુકાશેન્કો સતત છઠ્ઠી વખત ૮૦ ટકા મતથી ફરી એક વાર જીત્યા. વિરોધી ઉમેદવાર અંગ્રેજી શિક્ષક સ્વેતલાના તિખાનોવસ્કાયાને માત્ર ૧૦ ટકા મત જ મળ્યા. તે પછી સપ્ટેમ્બર મહિનામાં, બેલારુસના હજારો લોકો પોતાનો ડર છોડી પ્રથમ વખત રસ્તાઓ પર આવ્યા. દરરોજ થઈ રહેલાં પ્રદર્શનો-દેખાવોને કારણે ભૂતપૂર્વ સોવિયત …
Continue reading યુરોપના છેલ્લા તાનાશાહ સામે એક શિક્ષિકાનો પડકાર
બાબા સાધકો માટે કહેતા કે પ્રવૃત્તિ ઓછી નથી કરવાની પરંતુ વૃત્તિઓને ઘટાડવાની છે. કામ, ક્રોધ, લોભ જેવી વૃત્તિઓ ઊઠતી રહેતી હોય છે, તે વૃત્તિનું સંશોધન કરીને તેને નિર્મૂળ કરવાની છે. કોઈપણ સાધક પહેલાં પોતાની અસત્ વૃત્તિને દૂર કરશે, પછી સત્ને રાખશે. બાબાના જીવનમાં જોઈએ છીએ કે એમણે તો પછી સત્ને પણ દૂર કર્યું. અભ્યાસ દ્વારા …
Continue reading વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના (ભાગ-૨)
જવાહરલાલ નહેરુ અને મારી વચ્ચે અત્યંત પ્રેમ, આદર અને વિશ્ર્વાસ હતા. એ અમારા મોટાભાઈ જેવા હતા. તેઓ ગાંધીજીના વહાલા અનુયાયી હતા. ગાંધીજીએ કહ્યું હતું કે મારા ગયા પછી જવાહર કામ કરશે. પંડિતજી વ્યવહારકુશળ હતા. ગાંધીજીને એ ખબર હતી કે વિનોબાને રાજનીતિની, વ્યવહારની સમજ નથી એટલે એમણે રાજનીતિનું કામ પંડિતજીને સોંપ્યું અને વિનોબાને અધ્યાત્મનું કામ સોંપ્યું. …
Continue reading પંડિત જવાહરલાલ નહેરુ : લોકાત્મા અને વિશ્વમાનવ
વળી પાછું બીટી રીંગણનું ભૂત ધૂણ્યું છે અને આવતાં એકાદ-બે વરસમાં આપણાં ખેતરો, શાક માર્કેટ અને ભાણામાં તે લાવવાની પેરવી પાકે પાયે ગોઠવાઈ ગઈ છે. વાચકોને ખ્યાલ હશે કે, વરસ ૨૦૧૦ની ૯મી ફેબ્રુઆરીના રોજ તત્કાલિન પર્યાવરણમંત્રી જયરામ રમેશે જાહેર કરેલું કે, ‘જ્યાં સુધી સ્વતંત્ર કસોટીઓ દ્વારા પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે બીટી રીંગણની સલામતીની ખાતરી પ્રજા …
હમણાં ત્રેવીસમી ઑક્ટોબરે ખ્રિસ્તી ધર્મના જેઝ્યુઇટ પંથના 83 વર્ષના પાદરી સ્ટૅન સ્વામીને ભીમા કોરેગાવ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા. ભારતનાં રાજ્યતંત્ર તેમ જ પોલીસ દળોમાં આવેલા મહત્વના ફેરફારના દાખલારૂપ ભીમા કોરેગાવ કેસમાં થયેલી આ સહુથી તાજેતરની ધરપકડ છે.
જાપાનમાં ઓગોમી નામનું એક ગામ છે, જ્યાં દુનિયાના સૌથી લાંબું જીવવાવાળા લોકો રહે છે. આ પુસ્તકના લેખકોએ ઓગોમી ગામની મુલાકાત લીધી, અને લોકોના લાંબા આયુષ્યનાં કારણોનો અભ્યાસ કર્યો.