ગાંધીએ પણ નવો વિચાર રજૂ કર્યો કે, 'Go back to villages'. અંગ્રેજોએ આપણા ઉપર ઠોકી બેસાડેલી શિક્ષણપ્રથા, જીવનશૈલી, રાજનીતિ વગેરેને પડકાર આપી સમાજને તંદુરસ્ત બનાવે તેવા વિચારો પત્રકારત્વનાં જુદાં જુદાં માધ્યમો દ્વારા સમાજ સામે ગાંધીજીએ રજૂ કર્યા. આની એક જબરી અસર સમાજ ઉપર પડી અને ઉપર જણાવ્યું તેમ કેટલાયે કાર્યકરોએ શિક્ષણક્ષેત્રે, ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે, સફાઈ ક્ષેત્રે, અસ્પૃશ્યતા-નિવારણ ક્ષેત્રે, અન્ય રચનાત્મક કાર્યોનાં ક્ષેત્રે પોતાનાં જીવન અર્પણ કરી દીધાં. આમાંના એક તે શ્રી છેલભાઈ શુક્લ.
