વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)

ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે વિનોબાજીએ ગાંધીજીના નિર્વાણ પછીના તેર દિવસો દરમ્યાન શ્રદ્ધાંજલિ રૂપે જે ૧૭ પ્રવચનો આપ્યાં હતાં તેની વિસ્તારે વાત કરી હતી. ગાંધીજી અંગે વિનોબાના વિચારોને સમજવા માટે એક બીજા મહત્ત્વના પુસ્તકની થોડી વાત અહીં કરવી છે. પુસ્તક છે, ‘ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ.’ ગાંધી શતાબ્દી નિમિત્તે આ …

Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)

પાપા કહેતે હૈં

સોમેશને ફિલ્મી ગીતોની ધૂન પર સીટી વગાડ્યા કરવી બહુ ગમતી. એમાં પણ એનું પ્રિય ગીત હતું-                  ‘પાપા કહેતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા, મગર યે તો કોઈ ન જાને કે મેરી મંઝિલ, હૈ કહાં....’ હકીકત પણ આ ગીતના શબ્દોને અનુરૂપ જ હતી. એ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. મા-બાપ પોતાની અધૂરી …

Continue reading પાપા કહેતે હૈં

સફળતા માટે વિનોબા વિદ્યાર્થીઓને શું સલાહ આપે છે?

નિશાળોમાં ગણિત, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયોનું શિક્ષણ અપાય છે, એમાં સુધારો કરીને ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવે, એ અમે કહીએ છીએ. નિ:સંદેહ, જીવનમાં ગણિત વગેરેનો ઉપયોગ છે, ઉદ્યોગની આવશ્યકતા તો સ્પષ્ટ છે જ. તેમ છતાં એટલાથી કામ નહીં ચાલે. માટે ઉદ્યોગ તથા બીજા વિષયોની યોજના કરવી જોઈએ.

પ્રવીણભાઈ ઠક્કર : અમૃત વર્ષ પ્રવેશે અભિનંદન

તા. ૧૮ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૯૨૦માં ગાંધીજીએ તેની સ્થાપના કરી હતી. લોકભારતીની સ્થાપના ૧૯૫૩ (બુદ્ધજયંતી)ના રોજ સણોસરા ગામની ધર્મશાળામાં આચાર્ય કાકાસાહેબ કાલેલકરના વરદ હસ્તે થઈ હતી. લોકભારતીએ પણ ૬૭ વર્ષ પૂરાં કર્યાં છે.

‘ગ્રામ્યમાતા’ આજે અને હરહંમેશ

માનવસંસ્કૃતિએ લાંબા ગાળે, બહુ મથામણને અંતે આવી કોઈ વ્યવવસ્થા ઊભી કરી છે જેમાં સૌથી અગ્રવર્ગે મુકાયેલો સમૂહ કે વ્યક્તિ બાકીના આખા સમાજનું કલ્યાણ વિચારતો હોય. એટલે વિકલ્પો બે છે. પણ કવિ તરત ફોડ પાડે છે કે પ્રકૃતિ તો દેનારી જ છે. અવરોધ માણસે ઊભો કર્યો છે. જે માનવસમૂહે રાજા નક્કી કર્યો છે એ રાજા કંઈક વિપરીત વિચારતો થયો છે, જેનું આ દુ:ખદ પરિણામ છે.

મકરન્દ દવેનું અધ્યાત્મકેન્દ્રી સાહિત્ય

શ્રી મકરન્દ દવેને આપણે ત્યાં અધ્યાત્મના પથના કવિ સાધક માનવામાં આવે છે. અધ્યાત્મમાં આત્મતત્ત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારવામાં આવે છે. તે સિદ્ધાંત અધ્યાત્મનો પાયો છે. આ અંતિમ તત્ત્વના સ્વરૂપ અને સંખ્યાની મીમાંસા કરનારી તત્ત્વજ્ઞાનની શાખાને તત્ત્વમીમાંસા કહે છે. અધ્યાત્મવાદ એ ભૌતિકવાદનો વિરોધી સિદ્ધાંત છે.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેના ઝઘડાને કેવી રીતે ઘટાડી શકાય?

એક છે, તરુણ-શક્તિ અને બીજી છે, વૃદ્ધ-શક્તિ. એ બંનેની વચ્ચે ટક્કર ઊભી થાય છે. તરુણોને થાય છે કે વૃદ્ધો જોર ને શોરથી આગળ નથી વધતા અને અમને પણ આગળ વધવા નથી દેતા. વૃદ્ધો ક્રાંતિની કલ્પના છોડીને પોતાની ઘર-ગૃહસ્થીમાં અને પોતાની સંસ્થાઓમાં બંધાઈ ગયા છે. વૃદ્ધો માટે સામાન્ય રીતે તરુણોની આવી ફરિયાદ રહેતી હોય છે.