ચીનમાં વુહાન શહેરમાં જ્યારે કોરોના વાઇરસની કોઈને જાણ નહોતી ત્યારે 30 ડિસેમ્બરે લિ વેનલિઆંગે લોકોને જાણ કરી હતી. ત્યારબાદ વુહાન પોલીસે અફવા ફેલાવવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. લિ વેનલિઆંગ દરદીઓની સેવા કરતા છેવટે કોરોનાગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યા. મરણ પથારી પરથી તેમણે કહેલી વાતો ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીને ગાંધીજીની યાદ અપાવે છે. જે આજના સમય માટે ખૂબ મહત્ત્વની છે.
