Featured

ભૂમિપુત્ર : ૧ માર્ચ, ૨૦૨૪

અનુક્રમણિકા : ફળત્યાગપૂર્વક કર્મ અને કર્મવિભાવના - વિનોબા લોકશાહીની જનેતા ભારત ? - પ્રવીણ જ. પટેલ નારાયણ દેસાઈની ઓળખ - પ્રકાશ ન. શાહ અગ્નિવીણા : સ્વામી આનંદ - નારાયણ દેસાઈ ગાંધીપથના ગરવા યાત્રી - ભદ્રા - વિક્રમ સવાઈ વિનોબા જીવન અને દર્શન - ભાગ : ૫૫ - રેવારજ પર્યાવરણલક્ષી ટકાઉ આવાસ - રાજેન્દ્ર રૂપલ શ્વેતક્રાંતિ …

Continue reading ભૂમિપુત્ર : ૧ માર્ચ, ૨૦૨૪

શ્રદ્ધાંજલિ : જાને વાલે હો સકે તો…- લિખિતંગ

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ તરલાબહેન બાબુભાઈ શાહ   -    વાલોડ જેમણે છેલ્લા શ્ર્વાસ સુધી જીવનને એક અવસરની જેમ ઊજવ્યું એ જ્યોતિભાઈના જવાથી આપણને એમની ખોટ પડી છે. આપણો શીળો છાંયડો ગયો એનું દુ:ખ અનુભવીએ છીએ. પણ આવું જ્યોતિર્મય જીવન જનારના જવા પર શોક ન હોય. અનેક શિક્ષકો એમની પાસેથી શિક્ષણના સાચા પાઠ શીખ્યા. સારા શિક્ષક …

Continue reading શ્રદ્ધાંજલિ : જાને વાલે હો સકે તો…- લિખિતંગ

જ્ઞાનપિપાસુ અને સાહિત્યમર્મી રદ્દીવાળો

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ બેંક મેનેજર હોવાને કારણે શ્રીવાસ્તવની વારંવાર બદલી થયા કરતી. હજી ગઈકાલે જ જોધપુરના આ ઘરમાં આવ્યાં. એક આખો રૂમ સામાનનાં નાનાં-મોટાં બોક્સથી ભરેલો હતો. સવારમાં દીકરો દૂધ લઈ આવ્યો અને પત્નીએ ચાનો પ્રબંધ કર્યો. હજી તો ચાનો કપ મોઢે માંડવા જાય ત્યાં દરવાજાની બેલ વાગી. ‘ અજાણી જગ્યાએ અત્યારના પહોરમાં વળી …

Continue reading જ્ઞાનપિપાસુ અને સાહિત્યમર્મી રદ્દીવાળો

સારું કામ

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ‘સારું કામ’ પુસ્તકની પ્રસ્તાવના અમેરિકાના ત્રણ શ્રેષ્ઠ કોટીના મનોવૈજ્ઞાનિકો કેલિફોર્નિયાના પોલો ઓલ્ટોમાં આવેલા (ઈફક્ષભયિ રજ્ઞિ અમદફક્ષભયમ જિીંમશયત શક્ષ ઇયવફદશજ્ઞિ જભશયક્ષભય ઈઅગજ) માનવ આચરણ અંગે ગહન અધ્યયનકેન્દ્રમાં ૧૯૯૪-૯૫ની સાલમાં પોતાના વિશિષ્ટ ક્ષેત્રનાં પુસ્તકો લખવા ગયા હતા. બપોરની એક ગપસપ દરમિયાન ત્રણેને કોઈ વિશેષ એવા પ્રશ્ર્ન ઉપર સાથે મળીને  કામ ઉપાડવું એવું સૂઝ્યું. …

Continue reading સારું કામ

વાળેની શાળા

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ "દેખતા માણસ કરતાં આંધળો માણસ વધુ જોઈ શકતો હોય છે” -એવું કહેવાતું હોય છે. ‘મારો જ કક્કો સાચો’ એવી હઠથી આંધળો  વ્યવહાર આજે ફૂટી નીકળ્યો છે. તેથી ભારતનો સમજુ સમાજ ભીંતે માથું અફાળી રહ્યો છે, તે સ્થિતિને સમજાવવા લખાયેલા મરાઠી પુસ્તકને ગુજરાતીમાં રજૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. પુસ્તકનું નામ છે …

Continue reading વાળેની શાળા

રાષ્ટ્રોદ્ધારક – જમશેદજી ટાટા

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ‘જગની સૌ કડીઓમાં સ્નેહની સૌથી વડી.’ શ્રી રૂસી લાલાના મિત્ર હોવાનો મારો દાવો એમણે ત્યારે પ્રમાણિત કર્યો જ્યારે મેં આ અનુવાદ કરવા વિશે અણગમો વ્યક્ત કર્યો. મેકૉલેના શિક્ષણના વિચારોથી દેશને લાભ થયાની વાત મને કેમેય ગળે ના ઊતરે. શ્રી લાલાએ કહ્યું, ‘આ મારી ચોપડી છે, મારે જે લખવું હોય તે લખું. …

Continue reading રાષ્ટ્રોદ્ધારક – જમશેદજી ટાટા

સાદાઈથી માંડીને શાશ્વત આનંદ સુધીનો માર્ગ ચીંધનાર

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ મુ. જાદવજીભાઈને ૧૯૫૨માં દક્ષિણામૂર્તિ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મળવાનું થયું હતું. તે અગાઉ અછડતો પ્રત્યક્ષ પરિચય થયેલો ખરો. એમને ઢેબરભાઈ મંત્રીમંડળના એક નિષ્ઠાવાન મંત્રી તરીકે પણ અત્યંત આદરપૂર્વક હું જોતો હતો. પણ સીધો સંપર્ક તો ઉપરોક્ત પ્રસંગે એ રહેતા તે ‘મોદી નિવાસ’માં થયેલો. થાણા જિલ્લાના બોરડી ગામની ગ્રામ બાલશિક્ષા કેન્દ્રની સંસ્થાનાં સંચાલિકા …

Continue reading સાદાઈથી માંડીને શાશ્વત આનંદ સુધીનો માર્ગ ચીંધનાર

મૂળશંકરભાઈનો બાલપ્રેમ

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ‘મારાં ચાર(બાળકો)માંથી એકેયને મોઢે ‘માડી કે બા’ શબ્દ બાળપણમાં નીકળ્યો જ નથ ને ! ‘ભાઈ’ જ ! ‘ભાઈ’ની રાડ પાડે. રોવે કે સવારે ઊઠતાંની વેંત પૂછે તો ‘ભાઈ’ ! ભાઈ ને ભાઈ !’ હંસુમાડીનું મૂળશંકરભાઈને આ પ્રમાણપત્ર એક વિરલ પિતાનું જ ! અપ્રતિમ ! દુનિયાનાં તમામ બાળકો માતાને વળગતાં, માતાની સોડ …

Continue reading મૂળશંકરભાઈનો બાલપ્રેમ

મીનુભાઈ : હૃદય સદાય જેનું સ્નેહભીનું

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ભાઈ મોહન મઢીકરની પાયાની મહેનત વગર આ પુસ્તક - ‘હૃદય સદાય જેનું સ્નેહભીનું’ તૈયાર કરવું શક્ય જ ન હતું. બધી રસોઈ કરવાની સામગ્રી તેમજ જરૂરી મસાલા, અને ઠીક એવું કાચું પાકું રાંધ્યા પછી વઘાર છેવટે કરવાનો હોય તેવું મારે ભાગે ગણવું જોઈએ. ભાઈ રાજુભાઈ, મારી પાછળ પડીને ઉઘરાણી કરતા રહ્યા. ‘કેટલે …

Continue reading મીનુભાઈ : હૃદય સદાય જેનું સ્નેહભીનું

શ્રી જ્યોતિભાઈ દેસાઈ – જીવનચિત્ર કથા

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪   વર્ષ          વિગત ૧૯૨૬ ૫ મે, ૧૯૨૬ મુંબઈમાં જન્મ. ૧૯૪૨ હિંદ છોડો આંદોલનમાં ભાગ લીધો. ૧૯૫૦ મુંબઈમાં બી.એસ.સી.ની ડિગ્રી હાંસલ કરી. ૧૯૫૨ ગુંદી (ધોળકા તાલુકા) સંસ્થામાં નવલભાઈ સાથે જોડાયા. ૧૯૫૬ સ્વામી આનંદનો પ્રથમ પરિચય ૧૯૫૭ માલિનીબહેન ખેર સાથે લગ્ન. ૧૯૫૭ લંડન યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્રમાં અનુસ્નાતક થયા. ૧૯૫૯ થી ૧૯૬૭    લોકભારતી-સણોસરામાં અધ્યાપક, ગૃહપતિ, …

Continue reading શ્રી જ્યોતિભાઈ દેસાઈ – જીવનચિત્ર કથા

અમાસનાં અજવાળાં

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ શ્રી જ્યોતિભાઈ - માલિનીતાઈ દંપતીએ દક્ષિણ અમેરિકાના ત્રણ દેશોના ઉઘાડી આંખે, જાગ્રતપણે કરેલા પ્રવાસ પછી, ગાંધીજીના દેહ-વિલય પછી એમના વિચારો અને જીવનકાર્યથી પ્રભાવિત, પ્રેરિત થઈ ગાંધીમાર્ગે જીવન જીવનારા, અને અન્યાય, શોષણ, પીડનનો સામનો અહિંસક રીતે કરનારા અનેક માણસોનાં દર્શન (‘અમાસ’ પુસ્તકમાં પત્રરૂપે) આપણને કરાવ્યાં છે. દેસાઈ દંપતીએ ગાંધીજીની રીતે જીવનારાંઓમાંના અને …

Continue reading અમાસનાં અજવાળાં

મોન્ટેસોરીની વિચારધારાને આત્મસાત્ કરનાર પુસ્તક : ‘બાલવાડી’

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ વેડછીના જુગતરામભાઈ દવેએ વર્ષ ૧૯૨૩થી ૧૯૬૬ સુધીમાં ૨૩ પુસ્તકો લખ્યાં. તેમાં ૧૯૬૨માં લખેલા પુસ્તક ‘બાલવાડી’ માટે કહેવાયું - ભારતની કોઈપણ ભાષામાં આ વિષયનો અદ્વિતીય ગ્રંથ છે. શ્રી જ્યોતિભાઈએ ગ્રંથ ‘વેડછીનો વડલો’માં ‘બાલવાડી’ પુસ્તકનો પરિચય કરાવ્યો છે. તેમણે લખ્યું - નઈ તાલીમની પાયાની વિગતો પ્રગટ કરનારો આ ગ્રંથ છે. મોન્ટેસોરીની વિચારધારાને આત્મસાત્ …

Continue reading મોન્ટેસોરીની વિચારધારાને આત્મસાત્ કરનાર પુસ્તક : ‘બાલવાડી’

ઇતિ ‘વેદ-શ્રી’ વેડછી ગોત્ર પ્રસ્થાપિત: ‘વેડછીનો વડલો’ ગ્રંથનું ગુણદર્શન

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ગાંધીના અવસાન પછી જન્મેલી પેઢીનો પ્રશ્ર્ન એમ હોય છે કે અમે તો ગાંધીને નથી જોયા તેથી તેમની વાતો અને વિચારોનો અમલ શી રીતે કરવો તે સ્પષ્ટ થતું નથી. આ પ્રશ્ર્નનો ઉત્તર આપી શકાય અને ગાંધી જીવનની ઝાંખી કરાવી શકાય તેવી શક્તિ ધરાવતું પુસ્તક એટલે ‘વેડછીનો વડલો.’ પુસ્તકના કેન્દ્રમાં જુગતરામભાઈને મૂકવાનો પ્રયત્ન …

Continue reading ઇતિ ‘વેદ-શ્રી’ વેડછી ગોત્ર પ્રસ્થાપિત: ‘વેડછીનો વડલો’ ગ્રંથનું ગુણદર્શન

નિષ્ઠાનો ધબકાર

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ નિષ્ઠાનો ધબકાર                 ‘શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ’નો ઉપોદ્ઘાત લખવાનું પૂ. મૂળશંકરભાઈએ મને સૂચવ્યું તેથી ગલગલિયાં થઈ ગયાં અને સાથે જ શી જવાબદારી ઉઠાવું છું તે વિશે દહેશતનો ડુંગર સામે આવીને ખડકાયો. પૂ.ભાઈના સમગ્ર જીવનકાર્ય ઉપર વિવેચન કરવાનું આ કામ કરવું એ તો નરી ધૃષ્ટતા જ થાય. છતાં આ ધૃષ્ટતા કરવાનો મેં …

Continue reading નિષ્ઠાનો ધબકાર

પેપિલોન

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ફ્રાન્સ દેશમાં રહેનારા હેનરી શારીયેર નામના એક પચ્ચીસ વર્ષના યુવાનને ૧૯૩૧ની સાલના ઑક્ટોબર માસમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. જે ખૂન એણે કયુર્ંં જ નહોતું તેને માટે પોલીસ અને પ્રાપ્ત પ્રચલિત ન્યાયપ્રક્રિયાને આધિન આપણે ત્યાં જેમ આંદામાન ટાપુમાં સજા ભોગવવા મોકલવામાં આવે છે તેવા દૂરસુદૂર દક્ષિણ અમેરિકાના ઉત્તરે આવેલા વિસ્તારમાં …

Continue reading પેપિલોન

તમસમાંથી જ્યોતિ ભણી

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ જ્યોતિભાઈ દેસાઈની આ કિતાબ ‘નિશંકપણે જવાબદાર’ (યજ્ઞ પ્રકાશન, વડોદરા), કંઈ નહીં તો પણ સન બયાલીસના વારાથી જલતા જિગરની સાહેદીરૂપ છે. ક્યારેક સ્વરાજસંગ્રામનો વીંછુડો ડંખતાં ડંખ્યો, અને ગાંધી-વિનોબા-જેપી-કૃપાએ, સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં પણ એ ડંખે કેડો ન મેલ્યો તે ન જ મેલ્યો. આમ તો જ્યોતિભાઈનું પ્રત્યક્ષ સાધનાક્ષેત્ર શિક્ષણનું રહ્યું છે. પણ ઉત્તરોત્તર એનો સંદર્ભ …

Continue reading તમસમાંથી જ્યોતિ ભણી