જાણીતા લેખક અને અનુવાદક શ્રી મોહનભાઈ દાંડીકરનું 21 ઓગસ્ટના રોજ વહેલી સવારે અવસાન થયું છે. તેઓ છેલ્લા અઠવાડિયાથી બીમાર હતા. તેમનો જન્મ 9/11/1932ના રોજ નવસારી તાલુકાના સામાપોર ગામે થયો હતો. શિક્ષણ સામાપુર-જમશેદપુરમાં લીધું. વર્ષ 1957માં લોકભારતીના સ્નાતક થયા. ગુજરાત યુનિવર્સિટીની ખઊમ ની ડીગ્રી પ્રાપ્ત કરી. ગાંધી ઘરાનાના શિક્ષક બન્યા. લોકભારતીના સ્થાપિત વડીલોની તેમના જીવન પર …
Month: August 2020

કેન્સરની જીવનગાથા
યજ્ઞ પ્રકાશનનું નવું પ્રકાશન ભારતીયમૂળના અમેરિકામાં સ્થાયી થયેલા સિધ્ધાર્થ મુખર્જીએ અંગ્રેજીમાં “ધ એંપરર ઓફ ઓલ મેલેડીઝ” (The Emperor of All Maladies) એટલે કે તમામ રોગોનો રાજા પુસ્તક લખ્યું. સિદ્ધાર્થ મુખર્જી પોતે કેન્સર નિષ્ણાત છે અને અમેરિકામાં કોલમ્બિયા યુનિવર્સીટીમાં ભણાવે છે. આ પુસ્તક ૨૦૧૦માં પ્રગટ થયું. ૨૦૧૧માં તેને 'પુલિત્ઝર પ્રાઇઝ' મળ્યું.

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)
વિનોબા : એક ઊર્જાવાન વ્યક્તિત્વ વિનોબાજી જેલમાં હોય કે બહાર, સંઘર્ષના માર્ગે હોય કે રચનાના માર્ગે, તેઓ પોતાની સંપૂર્ણ ઊર્જા સાથે ક્રિયાશીલ રહ્યા છે. જેલમાંથી મુક્ત થયા પછી, લાવ જરા આરામ કરી લઉં, તેવું વલણ દાખવતા નથી. જ્યાં તક મળે ત્યાં નવું નવું લખવામાં કે કંઈક નવું નવું શીખવામાં સમય વિતાવતા. કોઈ તેમની પાસેથી કંઈ …
Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)

પ્રકાશભાઈ હેમેન્દ્રભાઈ શાહ : ઘસાવું અને ઘડાવું
વાત એક પ્રસંગની અમદાવાદમાં 26 ઑક્ટોબર 2019ના રોજ 20 જેટલી સામાજિક સેવાનું કામ કરતી સંસ્થાઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંસ્થાઓ માટે 20 ઉપરાંત સ્ટોલ બનાવવામાં આવ્યા હતાં, જેમાં સંસ્થા પોતાનાં કામોને વિવિધ રીતે પ્રદર્શિત કરી શકે તેવી સગવડ કરવામાં આવી હતી. 2500થી વધુ લોકોએ આનો લાભ લીધો હતો. આ 20 સંસ્થાઓ દ્વારા …
Continue reading પ્રકાશભાઈ હેમેન્દ્રભાઈ શાહ : ઘસાવું અને ઘડાવું

થઈ ગયા એક નગીનદાસ સંઘવી
તેમણે કદી રેશનાલિસ્ટ કે સેક્યૂલારિસ્ટ હોવાના દાવા કર્યા નથી. પોતાના વિચારો મજબૂતાઈથી અને નમ્રતાપૂર્વક રજૂ કર્યા છે. મોરારિબાપુ સાથે જોડાવાથી તેમના વિચારોમાં કોઈ ફેરફાર આવ્યો નથી, એ કોઈ પણ અભ્યાસી જોઈ શકે છે. વિચાર અને વિચારસ્વાતંત્ર્ય વિશેનો એમનો અભિગમ અંત સુધી પૂર્ણ રીતે પારદર્શક રહ્યો. તેમાં એમણે કોઈ દિલચોરી કરી નથી. આવા નગીનદાસમાંથી આપણે થોડું પણ સાચું સમજીએ અને એને વળગી રહીએ, એ ખૂબ જરૂરી છે.

સુખની શોધ : વિજ્ઞાન, ધર્મ અને સમાજવિદ્યાઓ
બે બૌદ્ધ લામા સાવ નિર્જન સ્થળે બેસી આંતર્નિરીક્ષણ, ધ્યાન, નિદિધ્યાસન અને સમાધિ દ્વારા જ્ઞાનની ખોજ કરી રહ્યા હતા. બંને મૌન હતા. આવી અવસ્થામાં છ મહિના પસાર થયા ત્યારે એક લામાએ અત્યંત ગહનગંભીર ભાવે કહ્યું : ‘સંસાર કૂવા જેવો છે.’ વળી મૌન પ્રસર્યું. બીજા છ મહિના પસાર થયા, એટલે બીજા લામાએ પૂછ્યું, ‘ભન્તે, એવું કેમ લાગે …
ગીતામૃત : પ્રશસ્ય પ્રકાશન
ભારત સરકારના નિમંત્રણથી ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન તરીકે વરણી પામેલા ગાંધીજન દેવેન્દ્રભાઈ દેસાઈને વ્યક્તિત્વનું આમૂલાગ્ર રૂપાંતરણ કરાવનારા આ 38 શ્ર્લોકો ઉપર દેશના મહાન એકવીસ ચિંતકોના દોહનને પ્રસ્તુત કરવાનો વિચાર આવ્યો. ગહન અભ્યાસ અને મંથનની ફલશ્રુતિરૂપ તેમનું સંપાદિત પુસ્તક છે ‘ગીતામૃત’

ઈનહેલર
એકની એક દીકરી અનુને જ્યારે ડોક્ટરે ઈનહેલર વાપરવાની સલાહ આપી ત્યારે રાખાલબાબુ ચિંતામાં પડી ગયેલા. ડોક્ટર મિત્રએ હસતાં હસતાં કહેલું, ‘રાખાલ, દીકરી ત્રીસ વરસની થવા આવી. પરણી ગઈ હોત તો તું નાનો પણ બની ગયો હોત. હવે તો એની ફિકર કરવાનું ઓછું કર! શહેરના પોલ્યુશનને કારણે કેટલાય દર્દીઓને પંપ લેવો પડે છે ને એનાથી કંઈ …

આપણે ક્યારથી વસ્ત્રો ધારણ કર્યાં ? ને કેમ ?
કોઈ મને કહેશે કે માણસજાત ક્યારથી વસ્ત્રો ધારણ કરતી થઈ? એ જ ખોટું થયું કે માણસે વસ્ત્રો બનાવ્યાં ને ધારણ કર્યાં? તેમાં પણ સ્ત્રીઓને ઢાંકીને તો એ મૂર્ખ જ સાબિત થયો! ના, ના, મૂર્ખ નહીં, મહામૂર્ખ! શા માટે સ્તન અને યોનિ ઢાંક્યાં - જ્યારે યોનિ સર્જનનું અને સ્તન પોષણનું પ્રતીક છે ત્યારે? કાચીકુંવારી ક્ધયાઓને વારે …
Continue reading આપણે ક્યારથી વસ્ત્રો ધારણ કર્યાં ? ને કેમ ?

સુરેશ પરીખ : અનેક દિલોના ઝરૂખામાં શોભતું વ્યક્તિત્વ
એ સુરેશ પરીખ જેમણે વ્યક્તિમાં માનવીય સાંસ્કૃતિક મૂલ્યોની નિષ્ઠા સ્થાપવા, વિકસાવવા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી, પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો પ્રગટ કર્યા, અભ્યાસ વર્તુળો, શિબિરો યોજયા. સુરેશભાઈનું બીજું સર્જન હતું ‘કેસ્ટ એસોસિએટ્સ' - સર્જનશીલ, જવાબદાર, ઉત્સાહી, સંવેદનશીલ અને પ્રતિભાવાન વ્યક્તિઓનું સંગઠન. આ સંગઠન વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ગ્રામવિકાસનાં કામોમાં વાપરે તેવો પણ ઉદ્દેશ હતો. વલ્લભ વિદ્યાનગરમાં એક પુસ્તકપ્રેમી પરિવાર પણ સ્થાપ્યો હતો.