ઝવેરચંદ મેઘાણી પર રાજદ્રોહ

રાષ્ટ્રપ્રેમ અને રાજદ્રોહની ચર્ચા છેલ્લાં દાયકામાં આપણે સતત સંભાળીએ છીએ. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં પણ ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓ સામે રાજદ્રોહનો કેસ અંગ્રેજ સરકાર લગાવતી. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ તે કાયદો ખાસ બદલાયો નથી તેમજ સરકારનું વલણ પણ. આમ તો રાજદ્રોહ એક ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. સત્તાધારીઓ પોતાની લાજ બચાવવા કે પછી વિરોધીઓનું મોં …

Continue reading ઝવેરચંદ મેઘાણી પર રાજદ્રોહ

સાહિત્ય પરિષદમાં ઝવેરચંદ મેઘાણી

1946માં ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ ખાતે યોજાયેલ અધીવેશના સાહિત્ય વિભાગના પ્રમુખપદેથી જે વક્તવ્ય આપ્યું, તેના જયંતભાઈ મેઘાણી દ્વારા સંપાદિત અંશો અહીં રજૂ કરીએ છીએ. મારો પ્રાંત અવલ દરજ્જાના પ્રતિભાવંતોથી વંચિત રહે એ મને અકળાવે છે. એકાદ ગોવર્ધનરામનું સ્થાને ય અરધી સદી સુધી ખાલી પડ્યું રહે એ અસહ્ય છે, કારણ કે પ્રતિભાવંતોને અભાવે સામાન્યોમાં …

Continue reading સાહિત્ય પરિષદમાં ઝવેરચંદ મેઘાણી

મેઘાણીની એ વાતથી ગામ લોકોની આંખમાં આંસુ આવી ગયા

મેઘાણીભાઈએ પોતાનાં લોકગીતોના પ્રખ્યાત સંગ્રહ ‘રઢિયાળી રાત'ને જે ઢેલીબહેનને અપર્ણ કરી તેમણે કહેલી મેઘાણી ભાઈની સાથેના મુલાકાતની વાત

ઝવેરચંદ મેઘાણીનો અંતિમ જન્મદિવસે કેવી રીતે પસાર થયો?

ઉમાશંકર જોષી સાથે બપોરે બેઠા હોવા છતાં મેઘાણીએ પોતાના લગ્નની વાત ન જણાવીને બીજા દિવસે કેમ જણાવી?

મેઘાણી સાહિત્ય સર્જન કેવી રીતે કરતા? વાંચો તેમના શબ્દોમાં

મેં ‘રસધાર’, ‘બહારવટિયા’ વગેરે લોકદીધા કાચા માલમાંથી જે જે વાર્તા કસબ કર્યો અથવા તો તદ્દન સ્વતંત્ર નવલો લખી તે એક જ વાર લખેલ છે. નવી હસ્તપ્રત બનાવી નથી. છેકભૂંસ ઓછામાં ઓછી, પણ પ્રૂફ હું જ વાંચું. ત્રણ વાર પ્રુફો નીકળે એ ત્રણ વાર હું નવેસર પીંછી લગાવતો જ રહું.

ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘બોળો’

ઝવેરચંદ મેઘાણીના જન્મના આ સવા સો વર્ષે, ‘સૌરાષ્ટ્રની રસધાર’માં મુકાયેલી આ વાર્તામાં તે સમયના શાસક અને પ્રજા વચ્ચેના સંબંધને મેઘાણી સુંદર રીતે આલેખે છે. રાજાનું ઉદાર દિલ, પ્રજા પાસેથી સત્ય સાંભળવાની તૈયારી, છતાં કડવાશ વિના સંવાદ માટેનીતૈયારી અને લોકોનો તેમના પરનો વિશ્વાસ વિશેષ ધ્યાનાકર્ષક અને પ્રેરક તો છે જ સાથે પ્રસ્તૂત પણ છે.

મેઘાણીભાઈનું અવસાન : આ ઘા આખા ગુજરાતને લાગશે?

મુંબઈમાં ચાર આંકડાના પગારે તેમની સામે ઝગમગ થતા ઊભા જ હતા. પણ વતનમાં સ્વતંત્રપણે રહેવાની એમના જીવનતી મુખ્ય કામના હતી. એ કહેતા: કાઠિયાવાડની ધરતીમાં આવીને પાછો રોપાયો છું તો તેનાથી દૂર થવા હવે મન માનવું નથી.....અને એ ધરતીને જ, એણે દીધેલું ખાળિયું એમણે સોંપી દીધું !

“આવો માણસ કોઈ દિ’ જોયો નથી !”

સમાજ અને સાહિત્યને મળતાં મળે એવા સર્જક ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન ‘લિ. હું આવું છું’ પુસ્તકમાં વાંચવા મળે છે. આ પત્રો મેઘાણીના ઘટનાપૂર્ણ અને સંઘર્ષમય જીવનના અંતરતમ ભાવો પર પ્રકાશ પાડે છે, તેમજ તેમની એક દેદીપ્યમાન માનવછબી આપણી સામે મૂકે છે.

કલમનું સ્થાન: પરસેવો કે પ્રેરણા?

ખેડૂતના હળની કોશ, પથ્થરફોડાના હાથનો હથોડો, કસબીની ચપટીમાં ચાલતી સોય અને સાહિત્યકારનાં આંગળાં વચ્ચેની કલમ: એ તમામનો મહિમા એક છે, ક્રિયા એક છે, પ્રાણ એક છે. કલમને છાપરે ચડાવશો મા. કલમની પછવાડે પણ જોર છે ફક્ત મહેનતનું, અણથાક ઉદ્યમનું, ટપકતા પસીનાનું: ‘પ્રેરણા પ્રેરણા’ શબ્દે કુટાઈ રહેલી કોઈ માયાવી નિષ્ક્રિયતાનું નહીં. ધરતીના કઠણ પોપડાને ભેદતી હળની …

Continue reading કલમનું સ્થાન: પરસેવો કે પ્રેરણા?

તમારી પત્નીઓ લખે તો

હજી ગઈકાલે જ વિશ્વ મહિલા દિવસ આપણે ઉજવ્યો છે ત્યારે આ લેખ સહજ ધ્યાનાકર્ષક બને. મેઘાણી પ્રસ્તુત લેખમાં સર્જકોની પત્નીઓની વેદના રજૂ કરે છે. સંદર્ભ આમ તો પશ્ચિમનો છે પરંતુ અહીં તેનાથી જુદું હશે તેવું માની શકાતું નથી. આજે તો ઘણા મહિલા સર્જકો છે ઉપરાંત મહિલાઓના વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિને અવકાશ વધ્યો છે. પરંતુ સાહિત્ય અને …

Continue reading તમારી પત્નીઓ લખે તો