આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું

કોરોના વાયરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદ રૂપી મશીનનું એન્જીન જાણે ઠપ કરી દીધું છે. પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડાં સમય માટે પોતાના ઘરોમાં કેદ છે. ત્યારે પૃથ્વી સ્વયંનું સ્વાસ્થ્ય સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે.

જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા ત્યારે પણ પૃથ્વી બધું ખમ્યે જતી હતી તે વાસ્તવિકતા અચંબિત કરનારી છે.

પરંતુ જેના ઉપર જોર શોરથી કામ ચાલુ છે તેને કેમ કરીને અટકાવીશું? ભારતનો દાખલો લઈએ, તરીકે થોડા દિવસો પહેલાં વાઘ માટે સુરક્ષિત જંગલ વિસ્તારનો ઘણો મોટો ભાગ કુંભના મેળા જેવા એક વિશાળ ધાર્મિક આયોજન માટે લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. કુંભનો મેળો કે જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ આવશે. અસમમાં હાથીઓ માટેનો સુરક્ષિત જંગલ વિસ્તાર કોલસાના ખોદકામ માટે પસંદ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી હિમાલયના જંગલોની હજારો એકર જમીન જળ વિદ્યુત મથક માટે ડેમ બાંધીને ડુબાડી દેવામાં આવનારા છે.

આ બધા વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પાછળ ન રહેતાં તેમણે ચંદ્ર પર ખોદકામ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે!

જેમ કોરોના વાયરસ માણસના શરીરમાં દાખલ થઈને પહેલાંથી લાગુ પડેલી બીમારીને વધારી દે છે. તેવી જ રીતે આ વાયરસે અલગ અલગ રાષ્ટ્રો અને સમાજોમાં દાખલ થઈને તેની નબળાઈઓ અને માંદગીને સામે લાવીને મૂકી દીધી છે.

તેણે આપણા સમાજમાં વ્યાપ્ત અન્યાય, સાંપ્રદાયિકતા, રંગભેદ, જાતિવાદ અને સૌથી વધુ તો અસમાનતામાં વધારો કર્યો છે.

સત્તાના વિવિધ અંગો કે જેમનો આમ તો ગરીબોની દુઃખ કે પીડા સાથે કોઈ સંબંધ રહ્યો નથી, વળી તેમણે તો ઝાઝો સમય ગરીબોના દાઝ્યા પર ડામ જ દેવાનું જ કામ કર્યું છે. તેમની સામે આજે એ પ્રશ્ન આવીને ઉભો છે કે આ બીમારી જો ગરીબોમાં ફેલાશે તો તે પૈસાદાર લોકો માટે જોખમી સાબિત થશે.

અત્યાર સુધી આ બીમારીના ઉપચાર માટે કોઈ સુરક્ષિત ઉપાય નથી. પરંતુ શક્ય તેટલી ઝડપી કોઈને કોઈ ઉપાય મળી આવશે. જે મોટાભાગે વેક્સીન(રસી) સ્વરૂપે હશે. અને હંમેશની જેમ તેનો પહેલો કબજો જેમના હાથમાં સત્તા છે તેમની પાસે જ રહેશે. અને રમત ફરી એકવાર શરૂ થશે – વ્યક્તિ જેટલી વધુ પૈસાદાર તેની જીવવાની સંભાવના એટલી વધારે.

આ લેખ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસે લખાઈ રહ્યો છે. જે શિકાગોના ઘાસબનારમાં થયેલા નરસંહારની ૧૩૧મી વરસી પણ છે. તે સમયે શ્રમિકો આઠ કલાક કામનો દિવસ ગણવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આજે ભારતીય ઉદ્યોગ જગત સરકાર પર શ્રમિકોના અધિકારોમા જે થોડું ઘણું બચ્યું છે તે બદલવા દબાણ કરી રહી છે. જેમાં દિવસના 12 કલાકના કામને મંજૂરી આપવામાં આવે તેવી માંગણી થઇ રહી છે.

રાજસત્તા અને તેના અનૂસંગિક તંત્ર જે હાલમાં આ મહામારીના પ્રકોપથી હલી ગયા છે. તેઓ તો હંમેશા પોતાના વિકાસ અને સંસ્કૃતિના ખ્યાલો સાથે વિનાશના પથ પર જ પૂરજોશમાં ગાડી ચલાવી રહ્યા હતા. જ્યારે પરમાણુ, રાસાયણિક તેમજ જૈવિક શસ્ત્રોનો વધુ ને વધુ ઘાતક વિકાસ તેમજ સંગ્રહ કરવામાં આવે છે. ત્યારે આ ગાડી બેફામ ગતિએ ચાલે છે અને જ્યારે આખા ને આખા દેશ પર એવા પ્રતિબંધ લદાય છે, જેને લીધે સમસ્ત જનતાને જીવનરક્ષક દવાઓથી વંચિત કરી દેવાય. ત્યારે આ ગતિ તેની ચરમસીમાએ પહોંચે છે. આ એવી ગતિ છે, જેમાં પ્રકૃતિ-પૃથ્વીના નાશની ઝડપની સામે Covid-19થી થતું નુકસાન તો બાળ રમત જેવું લાગે!

હમણાં જ્યારે આપણે લોકડાઉનમાં બંધ છીએ, ત્યારે તેમની આ શતરંજની ચાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. સરમુખત્યાર સરકારો માટે, કોરોના વાયરસ જાણે એક ઉપહારની જેમ તરીકે આવ્યો છે.

રોગચાળો ફેલાવો એ કોઈ નવી બાબત નથી, પરંતુ ડીજીટલ યુગમાં આવું પહેલીવાર બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય આપદાના સમયમાં સ્થાનિક સરકારો અને આપદાના સમયે ફાયદો ઉઠાવતા મૂડીવાદીઓ તેમજ ડેટા માઇનરની(માહિતી ભેગી કરતાં લોકો-સંસ્થાઓ)પોતાના સ્વાર્થ માટે ઉભી થયેલી મિલીભગતના આપણે સાક્ષી બન્યા છીએ.

આ બધું ભારતમાં પણ ઘણી ઝડપે થઈ રહ્યું છે. ફેસબુકે ભારતની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની જિઓ સાથે કરાર કર્યો છે. જેમાં તે તેના 40 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓની પાયાની વિગતોની આપ લે કરી શકશે. બિલ ગેટ્સ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. તેમના આ શિષ્ટાચાર પાછળ નફો મેળવવાની વૃત્તિ ઢંકાયેલી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

વડાપ્રધાનશ્રીની ભલામણથી અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. (આરોગ્ય માટે કે સરકાર ચાંપતી નજર રાખી શકે તે માટે!?) સરકારી કર્મચારીઓને માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત કરવામાં આવી છે.

આ સાથે, માટે રહસ્યમય પીએમ કેર ફંડ છે – જેનું જાહેર ઓડિટ થવાનું નથી તેમાં એક દિવસનો પગાર જમા કરવાનું ફરજીયાત કરાયું છે.

જો કોરોના પહેલાં, આપણે કોઈ વિચાર કર્યા વિના ધીમે ધીમે સર્વેલન્સ તરફ આગળ વધી રહ્યા હતા. તો હવે આપણે તેના ડરને કારણે સુપર સર્વેલન્સ તરફ દોડી રહ્યાં છીએ. જ્યાં આપણી પાસેથી – આપણી ગોપનીયતા, આપણું ગૌરવ, આપણી સ્વતંત્રતા – આ બધું કોઈ બીજાના કાબુમાં જશે. આપણા ઉપર નિયંત્રણ કરવાની અને આપણી નાની નાની બાબતો નક્કી કરવાની સત્તા આપણે બીજાના હાથમાં આપવાનું સ્વીકારી રહ્યાં છીએ.

લોકડાઉન સમાપ્ત થયા પછી પણ, જો આપણે ઝડપથી આ અંગે વિચારીને કશું કરીશું નહીં તો, એ નિશ્ચિત છે કે ભવિષ્યમાં આપણે કાયમ માટે કેદ થઈ જઈશું.

આ એન્જિનને આપણે કાયમ માટે કેવી રીતે બંધ/નકામું બનાવી શકીએ? એને વિશે વિચારીને પગલાં ભરવા તે આપણું કામ છે.

– અરુંધતી રોય

Progressive Internationalમાંથી અનુવાદિત

Feature Photo By Vikramjit Kakati – Own work, CC BY-SA 3.0, Link

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s