માટીધન

1.            ગામડાને સ્વયંપોષી બનાવવા માટે માટીધન પહેલું પગલું છે.

2.            જમીનને સમતલ કરવી, જમીનમાં ભરપૂર સજીવ ખાતર ઉમેરી તેને ફળદ્રુપ કરવી.

3.            જમીન પરની જૈવવિવિધતા વધારવી.

4.            વરસાદી જળ તે દેવે દીધેલ પાણી છે. તેને ખેતર પર સંઘરવું.

5.            જમીનના રસ-કસ જમીન પીએચ સચવાય તે માટે શેઢે પાળા બાંધવા.

6.            જમીન પરથી લીધેલા પાકથી તેને જે ઘસારો પહોંચ્યો હોય તે ભરપાઈ કરી આપવો.

7.            ગામની સીમમાં ગામની વાનસ્પતિક જરૂરિયાતો પૂરી શકે તેવાં ગ્રામ વન રચવાં.

8.            જંગલ-જમીન-હવાને પ્રદૂષિત કરે તેવાં ઝેરી અને ઉપદ્રવી રસાયણો ન વાપરવાં.

9.            પુન:પ્રાપ્ય ઊર્જા અને પદાર્થો વાપરવાં.

10.          ઉપરની 2 થી 9 બાબતોમાં માટીધનનું રહસ્ય સમાયેલું છે.

11.          આ બધાં કામો વિશેનું જ્ઞાન-વિજ્ઞાન જાણવું અને તેને ઉપયોગમાં લેવાનાં વ્રતો પાળવાં.

12.          તે માટે 1, આદિવાસી કાળથી ચાલી આવતી પરંપરા જાણવી. 2. આધુનિક જ્ઞાન-વિજ્ઞાન સમજીને ઉપયોગમાં લેવાં. 3. ત્યાગીને ભોગવવાનો સિદ્ધાંત અપનાવવો.

13.          પૃથ્વી પર માણસ માત્ર પોતાના માટે નથી જીવતો. તે કુદરત અને સમાજ બંનેનું એક અંગ છે. તેથી તે બંને સાથે સુમેળમાં રહીને જીવવાનું તેને માટે મહત્ત્વનું છે. એટલે કે સૃષ્ટિ સંતુલન શાસ્ત્ર (ઇકોલોજી) અને સમગ્ર સમાજ સાથે મૈત્રી જાળવીને જીવવાનું છે. તે બાબતે ગાંધીજીએ સૂચવેલા સર્વોદયના ત્રણ સિદ્ધાંતો મુજબની જીવનશૈલી પ્રયોજવી. 1, સૌના ભલામાં આપણું ભલું સમાયેલું છે. 2, ખેડૂતોનું શ્રમનિષ્ઠ જીવન ઉત્તમ છે. 3, વાળંદ અને વકીલ બંનેનું મહેનતાણું સમાન હોય.

ગામડાંને સ્વયંપોષી બનાવવા માટેનું આ એક પાસું છે અને તેને મજબૂત કરવા ગ્રામશાળા એ બીજું પાસું છે.

પ્રયાસ, માંગરોળ, મો. : 9428105909                             – મહેન્દ્ર ભારતી

Leave a comment