વિનોબા-૧૨૫ અહેવાલ

વિનોબા-૧૨૫ વર્ષની ઉજવણી અંગે ૧૬-૧૦-૨૦૧૯ના ભૂમિપુત્રમાં આયોજન અંગેની એક નોંધ પ્રગટ કરી હતી. ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટે ભૂમિપુત્રના ૧૬-૧૧-૨૦૧૯ અને ૧૬-૨-૨૦૨૦ના અંકમાં વિનોબા- ૧૨પને ખ્યાલમાં રાખીને કેટલાક કરવાનાં અને કેટલાંક થયેલાં કામનો અહેવાલ આપ્યો હતો.

ભારતીબહેન મહેન્દ્રભાઈ સારી રીતે સક્રિય થયાં હતાં, અન્ય મિત્રોને પણ સક્રિય કરવા માટે સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ સ્થળોએ પ્રત્યક્ષ હાજરી આપી હતી. બારડોલી, વાલોડ, જૂનાગઢ, ઉમરગામ તેમજ અન્ય સ્થળોએ સ્થાનિક કાર્યકરોને સક્રિય કરવા સંપર્ક કર્યો હતો.

અમદાવાદ શહેરની નગરયાત્રા માટે બે મિટિંગો કરી પરંતુ વાત બની નહીં. માર્ચ પછી તો કોરોનાએ સમગ્ર ગતીવિધિ બદલી નાંખી. વિનોબા ૧૨૫ નિમિત્તે કેટલાંક પ્રકાશનો તૈયાર થયાં. કેટલાંક પુસ્તકોનું પુનઃમુદ્રણ થયું.

  • પુસ્તક “અમારે હૃદયે બે મંજારા’ (લેખક મહેન્દ્ર ભટ્ટીએ સારું આકર્ષણ જન્માવ્યું. ગુજરાતી-અંગ્રેજીમાં આ પુસ્તકો ઘણા લોકોના હાથમાં પહોંચ્યાં.
  • મહેન્દ્રભાઈનું બીજું પુસ્તક “મંગલમ્‌ જીવન’ તૈયાર થઈ ગયું છે, માત્ર પ્રસ્‍તાવના માટે અટક્યું છે.
  • મહર્ષિ વિનોબા – અમૃત મોદીનું પુસ્તક પુનઃમુદ્રણ થયું. ૨૦૦૦ પ્રત છાપી. રસ ધરાવતા મિત્રોએ સારી એવી સંખ્યામાં પુસ્તકો ખરીદીને સ્કૂલોમાં પહોંચાડવા પ્રયત્ન કર્યો.
  • વિનોબા ૧૨૫ નિમિત્તે રમેશભાઈ સંઘવીએ બે પુસ્તકો તૈયાર કર્યાં છે (૧) વિનોબા : જીવન પ્રસાદ (૨) વિનોબા : ચિંતન. ૪૦૦ રૂ.નાં આ પુસ્તકો આગોતરા ગ્રાહકોને રૂ. ૧૦૦માં મળશે. આ અંગેની જાહેરાત ભૂમિપુત્રના ૧૬-૭-૨૦૨૦ના અંકમાં આપી છે.
  • ગુજરાત બહારની વાત કરીએ તો પવનારનાં ઉષાબહેન, કાલિન્દી-બહેને ૨ પુસ્તક હિંદીમાં તૈયાર કર્યા.
    • એસે થે વિનોબાજી – ઉષાબહેન
    • મહામાનવ વિનોબા – કાલિન્દીબહેન
  • ભૂમિપુત્રમાં વિનોબા જીવન અને દર્શન લેખમાળા ચાલુ કરી છે. ૧૨ લેખો પ્રગટ થયા છે. આ લેખમાળા નવા વર્ષે પણ ચાલુ રહેશે. અંતે પુસ્તક તૈયાર થશે. ભૂમિપુત્રમાં વિનોબા-૧૨૫ નિમિત્તે આશરે ૫૫ જેટલા લેખો પ્રગટ કર્યા. આમાં ગુરુબોધ-સારનો પણ સમાવેશ કર્યો છે, જેનું પુસ્તક તૈયાર થશે.
  • મહેન્દ્રભાઈએ ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી વિનોબા અંગે સુંદર પ્રદર્શન ચાર્ટ સેટ તૈયાર કર્યો. વિતરણ ધાર્યું એટલું ન થયું.
  • સુરતમાં તેમજ આણંદમાં પ્રતાપભાઈ ત્રિવેદીએ શિક્ષકો તેમજ કાર્યકરો વચ્ચે ‘વિનોબા-૧૨૫’ની વાત કરી.
  • પ્રવીણચંદ્ર ઠક્કર શાળાઓમાં વિનોબા-૧૨૫ નિમિત્તે વિનોબા જીવન અને કર્મ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજી હતી, તેમજ નિબંધ સ્પર્ધા પણ યોજી હતી. વિદ્યાર્થીઓએ સારો એવો રસ દાખવી ભાગ લીધો.

૯૦ કેટલાક સેમિનાર, વેબિનાર થયા ૩ અને ૪ માર્ચ ૨૦૨૦ના રોજ વિદ્યાપીઠમાં વિનોબા વિચાર અને વ્યવહાર પર સંમેલન યોજાયું. પરાગ ચોલકર, કાલિન્દીતાઈ, જ્યોત્સનાબેન પવનારથી આવ્યાં હતાં. સંમેલનનો અહેવાલ કપિલભાઈ દેશવાલે તૈયાર કર્યો. જે ૧૬-૬-૨૦૨૦ના ભૂમિપુત્રમાં આપ્યો છે. વચ્ચેના ગાળામાં લોકડાઉનની અસર રહી.

ગુજરાત વિદ્યાપીઠ, જનજાગરણ અભિયાન વડોદરા અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ અને ર૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બે દિવસ નાટયલેખન કાર્યશિબિરનું આયોજન વિદ્યાપીઠમાં કરવામાં આવ્યું, જેમાં ૧૦૦ ઉપરાંત શિબિરાર્થીઓએ ભાગ લીધો. મહાત્મા ગાંધી -૧૫૦ અને વિનોબા-૧૨૫ જન્મ જયંતી નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ગાંધી-વિનોબા જીવન અંગે, તેમનાં કાર્યો અંગે, ગાંધી વિષેની ગેરસમજો અંગે વાતો થઈ. આ મહાપુરુષોના જીવનમાંથી નાટય તત્ત્વ શોધવાનું હતું. નાટ્યલેખન કળા અંગે પણ વાતો થઈ. શિબિરાર્થીઓ જે નાટકો લખીને મોકલશે તેનું પુસ્તક તૈયાર કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભાવીમાં યોગ્ય નાટક ભજવવા પણ વિચાર્યું હતું. 0૧-૦૩-૨૦૨૦ના ભૂમિપુત્રમાં શ્રી મનહરભાઈ શાહે તૈયાર કરેલો અહેવાલ છાપ્યો છે.

ગુજરાત વિદ્યાર્પીઠે ૨૨ થી ૨૯ જૂન ૨૦૨૦ના ગાળામાં વેબિનાર દ્રારા ગાંધી વિચાર સંગોષ્ઠીનું આયોજન કરેલું. વિષયો ગાંધી-વિનોબાના વિચારો આસપાસના હતા, જેમકે સપ્ત સ્વાવલંબન, સામાજિક સમરસતા, ગ્રામ સ્વરાજની દિશા-દશા, માનવીય ટેક્નોલોજી, અહિંસક સમાજ-રચના, ગાંધી અને વિજ્ઞાન વગેરે. આશરે ૨૦ જેટલા વક્તાઓએ ભાગ લીધો. આનો અહેવાલ તૈયાર થયો નથી.

રાષ્ટ્રીય સ્તરે પવનાર – બ્રહ્મવિદ્યામંદિરની બહેનો તેમજ વિનોબા અંગે ચિંતન મનન કરનાર અન્ય વ્યક્તિઓનો એક વેબિનાર પણ સંપન્ન થયો. ઉદ્ઘાટન ઉષાબહેન વ્હોરાના પ્રવચનથી થયું. “મૈત્રી’માં કદાચ અહેવાલ પ્રગટ થશે.

દેશના જુદાં જુદાં સ્થળેથી વાહનયાત્રાઓ નીકળીને પવનાર પહોંચી. આમાં બિહારના રમેશભૈયા તેમજ ગુજરાતના જયેશભાઈ પટેલે રસ લીધો.

ગુજરાતમાં ઉષાબહેન-વિનુભાઈએ તેમના સેવાક્ષેત્રમાં સર્વોદ્યપાત્રમાં ભેગા થતા અનાજની વિગતો મોકલી. તેમજ ગ્રામસ્વરાજ, શાંતિસેના વગેરે અંગે આશરે ૧૪ ગામોમાં સઘન કામો કરવાનું આયોજન કર્યું હતું.

અન્ય સ્થળોએ પણ નાના-મોટા કાર્યક્રમો થયા હશે. જે કંઈ થયું તેનો આનંદ છે. કોરોના ઈફેક્ટ થોડી અસર કરી ગઈ. રાષ્ટ્ર સ્તરે મોટા ફલક પર આયોજન કરી શકાયું નહીં. હોઈ શકે વિનોબાજીની વાતો લોક્સમુદાયમાં પહોંચાડવા અંગેની સમજ અધૂરી રહી હોય. આજે વિમલાતાઈ, નારાયણ દેસાઈ જેવાની ખોટ દેખાઈ, જે રાષ્ટ્રસ્તરે અનેકોને જોડી શકતા હતા. દાદા ધર્માધિકારી હોત તો સમગ્ર ક્રિયાને એક નવા જ્ઞાનનું લાલીત્ય આપત. જે કામો પાઈપલાઈનમાં છે તે પૂરાં કરવામાં આવશે તેવી આશા રાખીએ. વર્ષ એક નાનું નિમિત્ત છે. સાતત્યયોગ જીવન છે.

– રજની દવે

Leave a comment