બીટી કપાસ : અણઘડ ટેકનોલોજી આખરે નિષ્ફળ

તારીખ ૨૪મી ઑગસ્ટે હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (CSA) અને જતને સાથે મળી લેખાં-જોખાં કર્યાં. કોવીડ કાળમાં રૂબરૂ મિલન તો શક્ય નથી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનો વિષય હતો, ‘ભારતમાં બીટી કપાસ : ભ્રમો અને હકીકતો.’ મૂલ્યાંકનને પુરાવાઓનો આધાર અપાયો. દેશભરમાં એલાઇન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર (ASHA) અને ઇન્ડિયા ફોર સેફ ફૂડના નેજા હેઠળ કામ કરતા કાર્યકરોનો સહયોગ મળ્યો. વિશ્ર્વપ્રસિદ્ધ એવા ચાર વિજ્ઞાનીઓએ અમેરિકાથી આ વેબિનારને સંબોધન કર્યું.

કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?

ગયા લેખમાં જણાવેલું કે જીવનાશકોનું નિયમન આપણી સહિયારી જવાબદારી છે. આ વખતે આ પ્રતિબંધ તરફ દોરી જતી પ્રક્રિયા અને બંને પક્ષની દલીલોની વાત કરીશું.લેખક ભારત સરકારે 2013માં એક નિષ્ણાત સમિતિ રચી, જેના વડા હતા ડો. અનુપમ વર્મા. તેઓ પાક સંરક્ષણના ક્ષેત્રે વિશ્ર્વવિખ્યાત વિષાણુશાસ્ત્રી છે. આ સમિતિએ ભારતમાં વપરાતાં 66 જીવનાશકોનું પુનર્મૂલ્યાંકન શરૂ કર્યું અને ડિસેમ્બર, …

Continue reading કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?

મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

પૂછ્યું, 'શું તમે ખરેખર "આત્મનિર્ભરતા" વિશે વાત કરી રહ્યા છો?' ગાંધીજી : શું મેં આ સાચું સાંભળ્યું છે ? ૨૪મી એપ્રિલે તમે કહ્યું કે, “કોવિડ ૧૯ની આપત્તિમાંથી જે બોધપાઠ આપણે શીખ્યા છીએ તેમાં આપણે આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવાનું છે... અને આ વાત તમે તમારા ૧૨ મેના એક ભાષણમાં કહી હતી ? વડાપ્રધાન : …

Continue reading મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

પેસ્ટીસાઈડ્સનું નિયમન કેમ જરૂરી છે?

27 જંતુનાશકો પર પ્રતિબંધ લાવવાની કેન્દ્ર સરકારે દરખાસ્ત મૂકી છે તેમાંથી 12 કીટનાશકો, 8 ફૂગનાશકો અને 7 નીંદણનાશકો છે. તેમાંના 21 ભારે ઝેરી (Highly Hazardous)છે, 3 અંત:સ્રાવી ગ્રંથિઓના કામમાં દખલ કરે છે, 3 પ્રજનન બાબતે ઝેરી છે, 6 સંભવિત કેન્સરકારક છે, 13 જીવનાશકો નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર છે

ગુજરાતમાં સીધી રીતે ન જોઈ શકાય તેવી રીતે પ્રાણીઓ પર થતી હિંસા !

ઇબોલા, સાર્સ, મેર્સ, એચ.આઈ.વિ., રીફટ, વેલી ફીવર, લાસા ફીવર, લીને ડીસીઝ, વગેરે રોગો એવા છે જે પ્રાણીઓમાં હજ્જારો વર્ષોથી હતા. પરંતુ, મનુષ્યો તેના સંપર્કમાં આવ્યા પછી તે મનુષ્યોમાં દાખલ થયા.